December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્‍બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલા હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+523.289 કી.મી) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાઈવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1) હેઠળ જાહેરનામું બહાર પાડયું છે. જેમાં જણાવ્‍યું છે કે, ઉપરોક્‍ત બ્રિજના ટ્રાફિકમાં મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી અવર જવર કરી શકશે. નાના વાહનો અન્‍ડર પાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક, કબ્રસ્‍તાન રોડ, કસ્‍ટમ રોડ ઉપરથી અવર જવર કરી શકશે.
આ બ્રિજને સદંતર બંધ કરવામાં આવનાર છે. જે અંગે કોઈ નાગરિકને વાંધો/સૂચનો/રજૂઆતો હોઈ તો તેમના વાંધા/સૂચનો/રજૂઆતો તા.13 ડિસેમ્‍બર 2022ના રોજ સાંજના 17.00 કલાક સુધીમાં કલેકટર કચેરી, પ્રથમ માળ, તિથલ રોડ, વલસાડખાતે મોકલી આપવા જણાવાયું છે. ઉપરોક્‍ત સમય મર્યાદા બહાર આવેલી રજૂઆતો ધ્‍યાને લેવામાં આવશે નહિ અને હયાત રેલવે બ્રિજના ટ્રાફિકને ડાયવર્ટ કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવશે જેની સર્વે નાગરિકોને નોંધ લેવા જાહેરનામામાં જણાવાયુ છે.

Related posts

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કલગામના ગ્રામજનો દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Test Your Experimental Skills કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

વાપીમાં કારના કાચ તોડી રૂા.1.50 લાખ રાખેલ બેગની ચોરી : અન્‍ય એક પાર્ક કરેલ કાર સળગી ઉઠી

vartmanpravah

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

Leave a Comment