Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણ કોસ્‍ટલ પોલીસે ચપ્‍પુની અણીએ મુંબઈના પ્રવાસીઓને લૂંટી લેવાની ઘટનાના ચાર આરોપીઓની કરેલી ધરપકડ: ફરીયાદીના મિત્રોએ જ દમણ ફરવાના બહાને લાવી ઘટનાને આપેલો અંજામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 06
દમણમાં ગત તારીખ 28/01/2022ના રોજ મુંબઈથી દમણ ફરવા આવેલ પ્રવાસીઓને કોઈક અજ્ઞાત લૂંટારૂઓએ ચપ્‍પુની અણી બતાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેનાઆરોપીઓને ઝડપી પાડવામાં દમણ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણમાં ગત તારીખ 28/01/2022ના રોજ મુંબઈથી દમણ ફરવા આવેલ પ્રવાસીઓને કોઈક અજ્ઞાત લૂંટારૂઓએ ચપ્‍પુની અણી બતાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે સંદર્ભે ફરિયાદી શ્રી નટવરલાલ તેમના બે સાથી મિત્રો સાથે સવારે 07.30 થી 08.00 દરમિયાન મુંબઈથી દમણ આવ્‍યા હતા, ત્‍યારે ફરિયાદી અને તેનો મિત્ર મનોજ બારીયાવાડ ફોરેસ્‍ટ એરિયા, સી-ફેસ રોડ, જંપોર, મોટી દમણમાં ફરી રહ્યા હતા, ત્‍યારે મોં પર વાંદરાની ટોપી બાંધી બે અજાણ્‍યા શખ્‍સોએ આ બંને ભોગ બનનારને ચપ્‍પુ બતાવીને ધાકધમકી આપી રોકડ, સોનાના દાગીના અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. જેની તપાસમાં મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નં. 04/2022 આઈપીસી કલમ 341, 392 આર/ડબલ્‍યુ 34નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુનાની પ્રાથમિક તપાસ ચાલુ રાખતા,ઘટના સ્‍થળની ટેક્‍નીકલ સહાયતા અને હ્યુમન ઈન્‍ેટેલિજેંસના માધ્‍યમથી બાતમી મળી હતી કે ફરીયાદી નટવરલાલ અને તેના સાથી મિત્ર મનોજ અને નિરમલ ઘટના બન્‍યા બાદ પછી દમણમાં બે દિવસ સુધી સંદિગ્‍ધ રીતેફરતા જોવા મળ્‍યા હતા. જેથી પોલીસને તેમની ઉપર શંકા ગઈ હતી.ત્‍યારબાદ આ બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્‍યું હતું કે, મનોજ અને નિર્મલે શેર માર્કેટમાં થયેલા નુકસાન અને દેવાની ભરપાઈ કરવા માટે ફરીયાદી નટવરલાલને દમણ ફરવાના બહાને લાવી લૂંટ ચલાવી હતી.
આ ઘટનાને અંજામ આપવા માટે મનોજ અને નિર્મલે સાથી મિત્ર પ્રવીણ અને તેના પુત્ર કશિશની મદદ લીધી હતી, જેમણે મંકી કેપ પહેરીને લૂંટને અંજામ આપ્‍યો હતો. આરોપી મનોજ અને નિર્મલ ફરિયાદી નટવરલાલ સાથે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્‍યા હતા જેથી તેમના પર લૂંટની કોઈ શંકા ન રહે.
મામલાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને દમણ પોલીસ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ શ્રી વિશાલ પટેલની આગેવાની હેઠળ તપાસ અધિકારી, સબ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી ચેતન પટેલ અને ટીમના સભ્‍ય પોલીસ કોન્‍સ્‍ટેબલ કેનિલ પંડ્‍યા, પોલીસ કોન્‍સ્‍ટેબલ સચિન, પોલીસ કોન્‍સ્‍ટેબલ સુનિલ બિતાોઈએ તપાસ હાથ ધરી હતી. પોલીસ કોન્‍સ્‍ટેબલ મિતલ વૈશ્‍ય , પોલીસ કોન્‍સ્‍ટેબલ મયુર પટેલ , પોલીસ કોન્‍સ્‍ટેબલ રામદેવ જાડેજા , પોલીસ કોન્‍સ્‍ટેબલ સેન્‍દીલ રંધાવા અને અન્‍ય સાથીઓએ તપાસ દરમિયાન જાણવા મળ્‍યું હતું કે લૂંટેલા સોનાના દાગીના પરિચિત સોનીને ત્‍યાં આરોપી પ્રવીણ દ્વારા પોતાની પરિવારજનોનીતબિબી સારવારનું બહાનુ બનાવી સોનેને ઓગાળી બિસ્‍કીટ બનાવી હતી.
તપાસ ટીમ દ્વારા પીગળેલા સોનાના બિસ્‍કીટ (લગડી), લૂંટાયેલા બે મોબાઈલ ફોન અને 7000/- રોકડ મળી આવી હતી. આ કેસમાં આરોપી (1) નિર્મલ, ઉંમર-67, રહે.મલાડ પૂર્વ મુંબઈ (ર) મનોજ, ઉંમર – 38, રહે. મલાડ પૂર્વ મુંબઈ (3) પ્રવીણ, ઉંમર – 48 , રહે. થાણે, મહારાષ્‍ટ (4) કશિશ, ઉં.વ. 23, રહે થાણે, મહારાષ્‍ટ્ર 401 303ની ધરપકડ કરી હતી. આ કેસમાં મિલકતની પુનઃપ્રાપ્તિ 1. લૂંટાયેલું 165 ગ્રામ ઓગળેલું સોનું 2. લૂંટાયેલા મોબાઈલ ફોન (02 નંગ) 3. લૂંટાયેલ રોકડ રૂા. 7,000/ પોલીસે રિકવર કરી હતી.

Related posts

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

પંજાબ: ફિરોજપુરમાં પી.એમ. નરેન્‍દ્ર મોદીની સુરક્ષાની સર્જાયેલી ક્ષતિના વિરોધમાં વલસાડ ભાજપ દ્વારા દેખાવો-સુત્રોચ્‍ચાર કર્યા

vartmanpravah

ચીખલી પોલીસે થાલામાંથી તીન પત્તીનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

Leave a Comment