October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ ઍન્ડ નટરાજ કોલેજમાં વાર્ષિક દિનની કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ દ્વારા વાર્ષિક દિનની કરવામાં આવી હતી. ‘‘ભારત રંગમહોત્‍સવ” થીમ પર ઉજવણીમાં વિદ્યાર્થીઓએ સાંસ્‍કળતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ પ્રસંગે મુખ્‍ય અતિથી (એડવોકેટ અને નોટરી) શ્રી કિરણ ધોધારી, ટ્રસ્‍ટના ચેરમેન શ્રી કે.એલ.હરિયા, મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી એ.કે.શાહ, ટ્રસ્‍ટીગણ શ્રી રમેશભાઈ શાહ અને શ્રી બિમલ હરીયાના હસ્‍તે દિપ પ્રાગટય કરીને કાર્યક્રર્મની શરુઆત કરી હતી. આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી એ.કે.શાહે શૈક્ષણિક વર્ષ 2000-2001 માં કોલેજ 12 શરૂઆત કરી હતી અને શૈક્ષણિક વર્ષ 2022-23માં 2300 થી પણ વધારે વિદ્યાર્થી અભ્‍યાસ કરતાહોય કોલેજના વિકાસની ગાથા વર્ણવી ગર્વની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત મુખ્‍ય મહેમાન શ્રી કિરણ ધોઘારીએ પ્રસંગોપાત ઉદ્વભોદનમાં યુવા વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં સહભાગી થવા આહવાન આપ્‍યુ હતું. કોલેજના પ્રિન્‍સીપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે વર્ષ 2022-23માં શૈક્ષણિક, રમત-ગમત, તેમજ સાંસ્‍કળતિક કાર્યક્રમ ક્ષેત્રે કોલેજના વિકાસનો અહેવાલ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ દરમ્‍યાન કોલેજ તરફથી નજીબ મારીયા (બેસ્‍ટ ગર્લ), કુંવર ગૌતમ (બેસ્‍ટ બોય), દુબે શ્રુતિ (બેસ્‍ટ સ્‍પીકર) ધોઘારી કરણ(બેસ્‍ટ સ્‍પોર્ટ્‍સ બોય), માહ્યાવંશી દિવ્‍યા(બેસ્‍ટ સ્‍પોર્ટ્‍સ ગર્લ), સિંગ પ્રેમ (એન.એસ.એસ. બેસ્‍ટ લીડર બોય), સિંગ આંચલ (એન.એસ.એસ. બેસ્‍ટ લીડર ગર્લ) તેમજ કોલેજમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ સ્‍થાન મેળવનારી વિદ્યાર્થી મોવાલિયા ફોરમેન (એકેડેમિશિયન ઓફ ધ યરનો એવોર્ડ) એનાયત કરાયો હતો. આ ઉપરાંત ઈન્‍ટર યુનિવર્સિટી, ઈન્‍ટર કોલેજની રમત ગમત તેમજ સાંસ્‍કળતિક પ્રોગ્રામમાં ભાગ લઈને વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે ટ્રસ્‍ટીગણો, સ્‍ટાફગણ તથા તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્‍યક્‍ત કરી કોલેજના વિકાસની શુભેચ્‍છા પાઠ્‍વી હતી.

Related posts

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah

વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્‍ટના અખાડાનો આક્ષેપ

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment