October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી રોટરી ક્‍લબઓફ વાપી વેસ્‍ટ દ્વારા શનિવારે લાયન્‍સ ઉપાસના હોલમાં નેશન બિલ્‍ડર એવોર્ડ સમારોહ યોજાયો હતો. મુલ્‍યાંકન પ્રક્રિયા બાદ વિવિધ શાળાના 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્‍યા હતા.
શિક્ષણ ઉમદા વ્‍યવસાય છે. શિક્ષક એ સારા સામાજીક આયોજક છે. દેશની યુવા પેઢીને સારા સંસ્‍કારો પ્રેરણા આપવા કટીબધ્‍ધ છે. ઉપરોક્‍ત શબ્‍દ સમારોહમાં રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટના હિમાંશુ પટેલએ ઉચ્‍ચાર્યા હતા. રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેન નિલેશભાઈ શાહએ પોતાની કારકિર્દી માટેની સફળતા શિક્ષકો થકી થઈ છે. આપણી ખુદની અનુભુતી શિક્ષકો કરાવે છે. પ્રોજેક્‍ટ ચેરમેન રિપન ટાંચકની પ્રોજેક્‍ટની સફળતા માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો. રોટરી ઈન્‍ડિયા લિટરસી મિશનના ટેક પ્રોગ્રામ ટી. ટીચર સ્‍પોર્ટ, ચાઈલ્‍ડ ડેવલોપમેન્‍ટ હેપી સ્‍કૂલ દ્વારા ભારતમાં સંપૂર્ણ સાક્ષરતા અને ગુણવત્તા યુક્‍ત શિક્ષણ દરેક નાગરિક સુધી પહોંચે તેવા મિશનની કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 131 શિક્ષકોને રોટરી વેસ્‍ટ દ્વારા એવોર્ડ એનાયત કરાયા હતા. આસિ. ગવર્નર પ્રકાશભાઈ ભદ્રા અને ટીમ દ્વારા કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘વિશ્વ વસતી દિવસ’ નિમિત્તે યોજાયેલ ચિત્રકામ સ્‍પર્ધામાં આલોક પબ્‍લિક સ્‍કૂલ વિજેતા બની

vartmanpravah

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

vartmanpravah

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah

Leave a Comment