Vartman Pravah
Breaking News ઉમરગામ ગુજરાત વલસાડ

દેહરીની ટેનવાલા કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડ ગ્રેબિગની ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓનો બિનજરૂરી વિલંબ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
સરીગામ, ઉમરગામ તાલુકાના દેહરી ખાતે કાર્યરત મેસર્સ ટેનવાલા પર્સનલ કેર પ્રોડક્‍ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્‍ટર રાજકુમાર ડી. ટેનવાલા સામે ધી ગુજરાત લેન્‍ડ ગ્રેબિગ અંતર્ગત થયેલી ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓ ત્રણ મહિનાના વિલંબ બાદ પણ તપાસ ચાલુ નહી કરતા અધિકારીઓનીવિશ્વસનીયતા શંકાના દાયરામાં આવી રહી છે.
ગત તારીખ 7/10/ 21 ના રોજ ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2021 હેઠળ કલેક્‍ટરના દરબારમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્‍યા અનુસાર દેહરી પંચાયત હદની સર્વે નંબર 22 (જુનો સરવે નંબર 18/2/બ)ની ક્ષેત્રફળ હે 01 આરે 01 જેટલી જમીન ના ખોટા પેપરો બનાવી જમીન પર કબજો કરી બિનખેતીનુ કળત્‍ય કરી ફેક્‍ટરી ઉભી કરી દીધેલા હોવાનો આરોપ મુકવામાં આવ્‍યો હતો. અને આરોપી સાબિત કરવા માટે જરૂરી દસ્‍તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્‍યા હતા.
આ પ્રકરણમાં ખેતીની જમીનનો દસ્‍તાવેજ નંબર 5407/2007 સામેવાળાના નામથી કરવામાં આવ્‍યો હતો. પરંતુ સામેવાળા ખેડૂત નહીં હોવાના કારણે નોંધ અને દસ્‍તાવેજ રદ થતો હુકમ મહેસૂલ ખાતામાં થયેલો છે. આ દસ્‍તાવેજ રદ થતાં વેચાણ કરનારે એના બદલામાં બાજુની લાગુ જમીન સર્વે નંબર 18/અ વાળી જમીન બિન ખેતી કરીને વેચાણ કરવામાં આવ્‍યું હોવાનું જણાવવામાં આવ્‍યું છે. પરંતુ વેચાણ લેનારે તમામ જમીન પર કબજો કરી લેવામાં આવ્‍યો છે. ખેતીની જમીન પર કબજો કરવા માટે ઉભા કરેલા તમામ કાગળો તપાસના દાયરામાં આવી રહ્યા છે.
સરકારી દફતરે રજૂ થયેલા કેટલાક કાગળો બનાવટી હોવાનું જણાઈ રહ્યું છે.અરજદારશ્રીએ સમગ્ર પ્રકરણ ગેરકાયદેસર થયું હોવાનું સાબિત કરવા માટે જરૂરી દસ્‍તાવેજી પુરાવા આ અરજી સાથે રજૂ કરવામાં આવ્‍યા છે તેમ છતાં તપાસ કરનારનાર અધિકારીઓ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં બિનજરૂરી વિલંબ કરતા જોવા મળી રહ્યા છે. આ અરજીના સંદર્ભમાં ઉમરગામ મામલતદાર કચેરી ખાતે તપાસ કરતા જવાબદાર અધિકારી શ્રી ચિરાગ પટેલે જણાવ્‍યું હતું કે આ અરજી અમારી કચેરીમાં આવી નથી જેથી નાયબ કલેકટર પાસે તપાસ કરો.
હાલમાં રાજ્‍યના મહેસૂલ મંત્રીશ્રીએ વલસાડ ખાતે યોજેલ લોક દરબાર અને એમાં પડતર અરજીઓ ની થયેલી જથ્‍થાબંધ રજૂઆત સામે મંત્રીશ્રીએ પણ હતાશા વ્‍યક્‍ત કરતા તાત્‍કાલિક તપાસ કરવાનો આદેશ આપ્‍યો હતો. જેમાં પારડી પ્રાંત કચેરી ખાતે અંદાજીત 400 જેટલી અરજીઓ પેન્‍ડિંગ હોવાનું બહાર આવી રહ્યું છે. જેમાં ઉમરગામ મામલતદાર કચેરી પણ બાકાત નથી જેની નોંધ લેવી જરૂરી છે.

Related posts

ગણદેવીના કેસલી ગામથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર તિરાડો પડતાં તકલાદી કામોની ખુલેલી પોલ

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

Leave a Comment