Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગના દિશા-નિર્દેશ મુજબ સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ જિલ્લાપંચાયતના સહયોગ દ્વારા બી.આર.સી. ખાનવેલના કવિતા વિજયની મુખ્‍ય અતિથિ તરીકેની ઉપસ્‍થિતિમાં પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં વિદ્યાર્થીનીઓ માટે માઁ-બેટી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બેટી અને માતાનો એક અનોખો સંબંધ છે, પ્‍યાર વાત્‍સલ્‍ય પર આધારિત આ માતા-બેટીના સંબંધને ઔપચારિક શિક્ષણમાં સહાયક રૂપમાં ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્‍યે સમાજમાં જાગૃતિ ફેલાવવા હેતુ સંદેશ આપવા માટે આ કાર્યક્રમ અસરકારક સાબિત થયો.
આ માઁ-બેટી મેળામાં રંગોળી સ્‍પર્ધા, ચિત્રકલા, આર્ટ અને ક્રાફટ, મહેંદી સ્‍પર્ધા સહીત વિવિધ ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીનીઓ અને માતાઓએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. આ પ્રસંગે સી.આર.સી.-આંબોલી શ્રી નેમિશ પટેલ, પી.એચ.સી.-બીન્‍દ્રાબિન, સી.એચ.ઓ. હેલી પટેલ સહિત શાળાની વિદ્યાર્થીનીઓ અને માતાઓ ઉપસ્‍થિત રહી હતા.

Related posts

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment