April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

સંજાણ ઉમરગામ રોડ ઉપરની સોનાની લંગડી સમાન જમીનને હડપ કરવા કમ્‍પાઉન્‍ડ કરીકારસો રચનાર ચાર સામે કલેક્‍ટરના દરબારમાં કરેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના પળગામ પંચાયત હદમાં સંજાણ ઉમરગામ રોડને અડીને સર્વે નંબર 746 (જુનો સર્વે નંબર 61/2/પૈકી) ની 26 ગુંમઠા જમીન શિશિરભાઈ વસંતભાઈ સંજાણવાળાના નામે ચાલી આવે છે. આ જમીન ઉપર લાગુ જમીનના માલિક રાજેશ હિમંતલાલ સરવૈયા, ઉમરસિં નરસિં શેઠિયા, રજનીકાંત મગનભાઈ વોરા, અને ગિરીશ પુરષોત્તમ ગોરીએ અરજદારની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કમ્‍પાઉન્‍ડ કરી કબજે કરી દીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્‍યો છે. આ લાગુ જમીન અરજદાર પાસેથી 2008માં કાયદેસરના રજીસ્‍ટર વેચાણ દસ્‍તાવેજથી ખરીદ કરેલ છે જેનો નવો સર્વે નંબર 726 (જુનો સર્વે નંબર 47) જેનું ક્ષેત્રફળ હેક્‍ટર 1-42-14 ચોરસ મીટર છે. આ જમીન અરજદાર અર્થાત મૂળ માલિકે બિનખેતી કરાવી વેચાણ કરેલ છે.
આ જમીન રેસિડેન્‍ટ પ્‍લોટ તરીકે જે તે સમયે બિન ખેતીમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે. જેનો જમીન નકશો જોતા ચિત્ર સ્‍પષ્ટ સામે આવી રહ્યું છે. હાલમાં આ જમીનનો રિવાઈઝ પ્‍લાન મંજૂર કરવા માટે કલેક્‍ટરના દરબારમાં રજૂ કરવામાં આવેલો છે. જેની સામે મૂળ માલિકના પાવરદાર શ્રી વિપુલ જી પટેલે વાંધો રજૂ કરી રિવાઈઝ પ્‍લાન મંજૂર નહીં કરવાઅરજી કરી છે. અરજીમાં કલેકટરનું ધ્‍યાન દોરતા સામેવાળા વ્‍યક્‍તિઓએ અરજદારની જમીનમાં અતિક્રમણ કરી બળજબરી અને દાદાગીરીથી તેમજ ધાક ધમકી આપી જમીન માલિકની પરવાનગી વગર તારખુટાનું કમ્‍પાઉન્‍ડ કરી દીધું હોવાનુ જણાવ્‍યુ છે. આ ઉપરાંત સામેવાળા વ્‍યક્‍તિઓ મનમાંની ચલાવતા તેમજ પૈસા અને રાજકીય પાવરના જોરે ધમકાવી ‘‘આ તમારી જમીન અમો કોઈપણ હિસાબે પચાવીને રહીશું તમારાથી થાય તે કરી લો અમારું કોઈ બગાડી શકવાનુ નથી અમે સરકારી રેકર્ડને રફેદફે કરવા જેટલો પાવર ધરાવીએ છે” એવી ધમકી આપી હોવાનુ જણાવ્‍યુ છે. અરજદારે સામાવાળાઓએ ઉપજાવી કાઢેલા ખાતા નંબર 401 ના 7/12 અને 8અ ના પાહણી પત્રક રજૂ કરી કલેકટરશ્રીનુ ધ્‍યાન દોર્યું છે. આમ આ ઘટનામાં એન એ જમીની નકસા અને કાગળો જોતા ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ ગુનાહિત કળત્‍ય થઈ રહ્યું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

Related posts

દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં આવેલ દુકાનમાં ચોરી અને અન્‍ફ બે ફલેટમાં ચોરીનો થયેલો પ્રયાસ

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

દાનહમાં ઐતિહાસિક ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક સમાપન: મહિલા ક્રિકેટ ડે-નાઇટ સ્‍પર્ધામાં દમણ કેપિટલ ચેમ્‍પિયન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

વલસાડ તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો: શનિ-રવિવારે બીચ બંધ રાખવામાં આવશે : સહેલાણીઓનું આગમન શરૂ

vartmanpravah

Leave a Comment