Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

સુખાલા માઝપાડા ફળીયામાં રહેતી શીતલબેન પટેલ 30 ઓગસ્‍ટે
રાખડી માટે પિયર જવા નિકળ્‍યા બાદ ગુમ થઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા તા.ના સુખાલા ગામે માઝ ફળીયામાં રહેતી પરણિતા તેની ચાર વર્ષની પૂત્રીને લઈ ગત તા.30-8-2023ના રોજ ઘરેથી પિયર રક્ષાબંધન કરવા જાઉ છું કહી નિકળી હતી. ત્‍યારબાદ 15 દિવસે રાજસ્‍થાનમાં ફરી ઘરે પાછી ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સુખાલા માઝ ફળીયામાં રહેતી શીતલબેન પટેલ ઉ.વ.20 તેની ચાર વર્ષની પૂત્રી વૃત્તિકાને લઈ ઘરે ગત તા.30 ઓગસ્‍ટના રોજ પિયર ચીવલ પટેલ ફળીયા જવા નિકળી હતી. ત્‍યારબાદ શીતલપિયરથી તા.02-09-2023ના રોજ સાસરે જાઉ છું કહી પિયરથી નિકળી હતી પરંતુ સાસરે પહોંચી નહોતી. તે સાસરે નહી પણ રાજસ્‍થાન ફરવા નિકળી ગઈ હતી અને 15 દિવસ પછી રાજસ્‍થાન ફરીને શીતલ સાસરે પરત આવી હતી તેથી પારડી પોલીસે નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં નોટિફાઈડ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું : 50 જેટલા દબાણો દૂર કરાયા

vartmanpravah

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

દાનહ પોલીસે બ્‍લેકમેઈલિંગના કેસમાં ત્રણ આરોપીઓની કરાયેલી ધરપકડઃ સ્‍થળ ઉપરથી પાંચ લાખ રૂપિયા જપ્ત કરાયા

vartmanpravah

Leave a Comment