January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારમાંથી ઝડપાયેલ આશરે રૂા.9.24 કરોડનો દારૂનો નાશ કરાયો

8823 કેસોમાં ઝડપાયેલા 781651 નંગ બોટલ ઉપર બુલડોઝર ફેરવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાંથી ઝડપી પો.સ્‍ટે. અને રેલવેના બે પો.સ્‍ટે.માં રખાયેલા આશરે રૂા.9.24 કરોડના દારૂનાજથ્‍થાનો આજે ભિલાડમાં નાશ કરાયો હતો.
વલસાડ જિલ્લાના 13 અને રેલવેના 2 પો.સ્‍ટે.માં જાન્‍યુઆરીથી 30 નવેમ્‍બર સુધી ઝડપાયેલ કુલ રૂા.9.24 કરોડનો દારૂનો જથ્‍થો આજે ભિલાડમાં નાશ કરાયો હતો. આ સમયગાળામાં કુલ 8823 પ્રોહિબિશન ગુનાઓમાં કુલ 7,82,651 નંગ બોટલ ઝડપાઈ હતી. આ દારૂનો જથ્‍થો આજે ભિલાડમાં નાશ કરવા માટે લવાયો હતો. વાપી ડી.વાય.એસ.પી. પ્રાંત અને નશાબંધી ખાતાના ઉચ્‍ચ અધિકારીઓની નિગરાનીમાં સમગ્ર દારૂના જથ્‍થા ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

Related posts

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

ચેક રિટર્ન થવાના ગુના હેઠળ દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રી હર્ષદ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલને 6 મહિનાનીકેદની સજા

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

ખાખી વર્દીનોરૌફ જમાવી મહિલા બુટલેગરો પાસેથી દારૂ અને રોકડ ખંખેરી લેવાની ફરિયાદમાં આખરે જિલ્લા પોલીસ વડાએ પો.કો. રવિન્‍દ્ર રાઠોડને ફરજ મોકૂફ કર્યો

vartmanpravah

Leave a Comment