October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશ

તલાસરી પોલીસ તંત્રની તપાસમાં શાળાએ જતી બાળકીનું અપહરણ કરી બળાત્‍કાર ગુજાર્યા બાદ ગળુ દબાવી હત્‍યા કરી હોવાનું બહાર આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના વંકાસ ગામની હદમાં ભિલાડ સંજાણ રોડ ઉપરથી 10 વર્ષની બાળકીની હત્‍યા કરેલી લાશ મળી આવી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં મહારાષ્‍ટ્ર તલાસરી આમગામ પાટીલપાડા જિલ્લા પંચાયત પ્રાથમિક અને માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતી બાળકી ગતરોજ સવારના 9:00 કલાકે શાળાએ જવા નીકળી હતી. શાળાએ ગયેલી બાળકી પરત ન આવતા પરિવારજનોએ સગા સંબંધીઓને ત્‍યાં શોધખોળ કરી પણ પત્તો ન લાગતા તલાસરી પોલીસ તંત્રને ફરિયાદ આપી હતી. આ ઘટનાની ગંભીરતા લઈ તલાસરી પોલીસેપાલઘર જિલ્લા પોલીસ વડા શ્રી બાલા સાહેબ પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંકજ શિરસાઠ તેમજ તલાસરી ઉપવિભાગ પોલીસ શ્રી સંજીવ પીપલે ના માર્ગદર્શન હેઠળ પોલીસ નિરીક્ષક શ્રી અજય વસાવા અને એમની ટીમે કુશળતા પૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં ઘરથી શાળા સુધી પહોંચવાના અંતરમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી બાળકીને બાઈક ઉપર બેસાડી લઈ જતો હોવાનું ચિત્ર સામે આવ્‍યું, જેનો આધાર બનાવી તપાસ આગળ વધારતા પોલીસ તંત્રની ટીમને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસ તંત્રની ટીમે આરોપી ઘરેથી ભાગવામાં સફળ થાય એ પહેલા રાત્રિના સમયે જ આરોપીને દબોચી લીધો હતો. શકંજામાં આવેલા શંકાસ્‍પદ ઈસમ રમેશ દુબળા ઉંમર વર્ષ 45ની કડકાઈ પૂર્વક પૂછપરછ હાથ ધરતા આરોપીએ ગુનાની કબુલાત કરી હતી. પૂછપરછમાં બાળકીનું બાઈક ઉપર અપહરણ કરી છ થી સાત કિલોમીટર દૂર ગુજરાતની હદમાં એકાંત સ્‍થળે લાવી બળાત્‍કાર ગુજાર્યો હતો અને ત્‍યારબાદ બાળકીનું ગળુ દબાવી હત્‍યા કરી હોવાની ઘટના બહાર આવવા પામી હતી. તલાસરી પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરતા બાળકીની લાશ મળી આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી જવા પામ્‍યો છે.

Related posts

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

સેલવાસના વિવિધ વિસ્‍તારોમાં તંબાકુની બનાવટની વસ્‍તુ વેચનાર સામે પોલીસે કરેલી લાલ આંખ

vartmanpravah

દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્‍નીની હત્‍યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘વિશ્વ વસતી દિવસ’ નિમિત્તે યોજાયેલ ચિત્રકામ સ્‍પર્ધામાં આલોક પબ્‍લિક સ્‍કૂલ વિજેતા બની

vartmanpravah

Leave a Comment