January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.06: મજીગામ સ્‍થિત પોસ્‍ટ ઓફિસમાં મજીગામ અને મલવાડા ગામના 1250 જેટલા લોકો વિવિધ પ્રકારના ખાતાઓ ધરાવે છે. આ પોસ્‍ટ ઓફિસમાં પાસબુકો કર્મચારીએ પોતાની પાસે જ રાખી હોવાની બાબતે વિવાદ બહાર આવતા ખાતેદારોના ખાતાઓમાંથી મોટી રકમની ખાતેદારો એટલેગ્રાહકોની જાહેર બહાર લેવડ દેવડ કરી મોટી રકમની ગોબાચારી આચરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ સમગ્ર બાબત બહાર આવતા પોસ્‍ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ કર્મચારીને બચાવવાના કારભારમાં આ કર્મચારી દ્વારા કેટલીક રકમની ભરપાઈ પણ કરી દેવામાં આવી હોવાની ચર્ચા પણ બહાર આવી રહી છે જોકે આ રકમ જે તે ગ્રાહકોના ખાતામાં ભરી પાસબુકમાં એન્‍ટ્રી કરી કદાચ સરભર કરવાની દિશામાં પણ કારભાર ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્‍યારે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલે તો પોસ્‍ટ વિભાગ દ્વારા ટીમ બનાવી ગ્રાહકોના ઘરે ઘરે જઈને પાસબુકો એકત્ર કરી વેરીફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ પાછલા દરવાજે નાણાંની ભરપાઈ કરી સરભર કરી હકીકત પર પડદો પાડી દેવામાં આવે તો નવાઈ નહિ.
ચીખલી પોસ્‍ટ ઓફિસના અંકુરભાઈ જોષીના જણાવ્‍યાનુસાર અમારી ટીમ મજીગામમાં ફરે છે અને પાસબુકો ઉઘરાવાનું ચાલું છે. હાલે 550 જેટલી પાસબુકો વેરીફાઇડ કરાઈ છે. જેમાં કશું આવ્‍યું નથી. તમામ પાસબુકો આવ્‍યા બાદ સિસ્‍ટમમાં ચેક કરાયા બાદ કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય હાલે તપાસ ચાલુ છે.

Related posts

‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ આદિમ જુથના આવાસો, સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંકના મુદ્દા ગાજ્‍યા

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah

Leave a Comment