October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા

જિલ્લાની પ વિધાનસભા બેઠક પર તા.1 ડિસેમ્‍બરે હવે, કુલ 13,29,239 મતદારો મતદાન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ જિલ્લાના મતદારોની અંતિમ મતદારયાદી પ્રસિધ્‍ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા છે. જેની સાથે કુલ મતદારોની સંખ્‍યા 13,29,239 થઈ છે. નવા ઉમેરાયેલા આ તમામ મતદારો પણ તા. 1 ડિસેમ્‍બરે ચૂંટણીમાં મતદાન કરી શકશે.
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેએ અગાઉ અંતિમ મતદાર યાદી પ્રસિધ્‍ધ કરી હતી ત્‍યારે તા.10 ઓક્‍ટોબર 2022ની સ્‍થિતિએ વલસાડ જિલ્લામાં મતદારોની સંખ્‍યા 13,26,460 હતી. જેમાં 18-19 વર્ષના કુલ 31412 યુવા મતદારો નોંધાયા હતા. જેઓ સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. વિધાનસભા 2017 ચૂંટણીની સરખામણીમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં 1,62,323 મતદારોનો વધારો થયો છે. જે ટકાવારીની દ્રષ્ટીએ 13.94 ટકા થયો છે. ત્‍યારબાદ પણ મતદાર યાદીમાં સતત નામ ઉમેરવા અને સુધારાની પ્રક્રિયા ચાલુ રહી હતી. જેને પગલે તા. 4 નવેમ્‍બર 2022ની સ્‍થિતિએ વલસાડ જિલ્લામાં વધુ નવા 2779 મતદારો ઉમેરાયા છે. હવે તા.1 ડિસેમ્‍બરે વલસાડ જિલ્લાના 1392 મતદાનમથકો પર મતદાન થનાર છે જેમાં જિલ્લાના કુલ 13,29,239 મતદારો મતદાન કરશે.

મતદાન માટેના અધિકળત આધાર-પુરાવાઓ

1.આધાર કાર્ડ, 2. ડ્રાઈવિંગ લાઈસન્સ, 3. પાન કાર્ડ, 4. ભારતીય પાસપોર્ટ, 5. ફોટો વાળી મતદાન સ્લીપ, 6. મનરેગા જોબ કાર્ડ, 7. બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ફોટોગ્રાફ સાથે ઈસ્યુ કરાયેલી પાસબુક, 8. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, 9. NPR હેઠળ RGI દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, 10. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, 11. કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/જાહેર સાહસો/પબ્લિક લિમિડેટ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ધરાવતુ ઓળખકાર્ડ, 12. સંસદસભ્ય/ધારાસભ્ય/વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલ અધિકૃત ઓળખ કાર્ડ અને 13. Unique Disablity ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર.

Related posts

વાપીમાં સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ. મેડીમિત્રના 5મા સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

vartmanpravah

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

ચીખલી રાનકુવા ગ્રામ પંચાયતની બે-બે વખત નોટિસ છતાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતમાં ભાજપ હાઈકમાન્‍ડ પોતાના પ્રતિક ઉપર ચૂંટાયેલા સભ્‍યને જિ.પં.ના પ્રમુખ બનાવવાનો હઠાગ્રહ રાખે તો સામરવરણીના ભગુભાઈ પટેલને તક મળવાની પ્રબળ સંભાવના

vartmanpravah

Leave a Comment