February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકા નવતાડ ગામની કાજલ માહલાએ સતત ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી

તોરણીયા ડુંગરથી હિમાલય સુધી આદિવાસી દિકરી કાજલની શાનદાર સફર

ખેલમહાકુંભની વોલ સ્‍પોર્ટ્‍સ ક્‍લાઈમ્‍બિંગની વિવિધ સ્‍પર્ધામાં પણ કાજલ ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ ધરાવે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: નવસારી જિલ્લાના વાંસદા તાલુકા નવતાડ ગામ મૂળજીભાઈ માહલાની દિકરી કાજલે અદ્મય સાહસ અને સફળ કૌશલ્‍યના ભાગરૂપે સંપૂર્ણ આદિવાસી સમાજને ગૌરવવંત બનાવ્‍યું છે. કાજલ હિમાલય ટ્રેકરની દરેક ફોર્મેટ પાર કરીને હિમાલય પરિભ્રમણ, નેશનલ કેમ્‍પ ગ્‍પ્‍ઘ્‍, ખ્‍પ્‍ઘ્‍ અને ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી છે.
સંપૂર્ણ ભારતમાંથી સિલેક્‍ટેડ ટીમ તૈયાર થઈ હતી. જેમાં શારીરિક કસોટીનું માપન સાથે સાથે ટેસ્‍ટમાં 5 કિલોમીટર દોડ, ક્‍લાઈમ્‍બિંગ, રેપ્‍લિન, મૌખિક પ્રશ્નોત્તરી અને ફાઈનલ સિલેક્‍શનમાં પાસ થઈ ટોપ ટેનમાં કાજલને સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. આ ટીમમાં સામેલ થતા હિમાલયના લેહ-લદાખ ખાતે 1 ઓગસ્‍ટે થી 25 ઓગસ્‍ટ સુધી પ્રયાણ કરી જેમાં લદાખ, મેન્‍ટોક-કાંગરી જેવા અતિ દુર્ગમ અને બરફના ચાદરો થી ઢંકાયેલા ટફ રૂટ 1, 2 અને 3 આરોહણ અને અવરોહણ સફળ રીતે પૂર્ણ કર્યું હતું.
આ આદિવાસી દીકરીએ યશ એડવેન્‍ચર અને પર્વતારોહણ વાંસદાના માર્ગદર્શન હેઠળ તોરણીયા ડુંગર થી શરૂઆત કરી છેક હિમાલય સુધીની તમામ શિખરોને ખૂંદી વળી છે. હાલમાં જમેન્‍ટોક કાંગરી (6250 મીટર) લદ્દાખમાં અભિયાનોની વાત કરતા જણાવ્‍યું હતું કે, વિશાળ ત્‍સો મોરીરી તળાવની પヘમિ બાજુએ આવેલું આ શિખર કોર્ઝોક ગામમાંથી 3-4 દિવસમાં ચઢી શકાય છે. સમિટમાંથી તળાવની આજુબાજુના ચામસેર અને લંગસેર કાંગરી, ચાંગથાંગ ઉચ્‍ચપ્રદેશ અને દૂરના તિબેટના અદ્‌ભૂત દૃશ્‍યો છે. સારા અનુકૂલન માટે, રુમ્‍ત્‍સે થી ત્‍સો મોરીરી ટ્રેક, હેમિસ થી ત્‍સો મોરીરી ટ્રેક અથવા ઝંસ્‍કર થી ત્‍સો મોરીરી ટ્રેક સાથે ચઢાણને જોડવાનું શ્રેષ્ઠ જણાય છે.
આટલું જ નહીં રમત ગમત અને યુવા સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓ વિભાગ રાજ્‍ય સ્‍તરે ખેલમહાકુંભ-2024 ક્‍લાઈમ્‍બિંગ વોલ સ્‍પોર્ટ્‍સ ક્‍લાઈમ્‍બિંગ કોમ્‍પીટીશનમાં, સ્‍પીડ ક્‍લાઈમ્‍બિંગ, લીડ ક્‍લાઈમ્‍બિંગ અને બોલ્‍ડર ક્‍લાઈમ્‍બિંગ એમ 3 પ્રકારની રમતમાં પણ કાજલ માહલાએ ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ મેળવ્‍યું છે.
કાજલ માહલાના આ વિશેષ એચિમેન્‍ટ માટે સ્‍વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્‍થાન માઉન્‍ટ આબુ રાજસ્‍થાન, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોડીયા તથા જિલ્લા રમત ગમત અધિકાર શ્રી અલ્‍પેશ પટેલ તથા તેમના ઉજ્જવળ કાર્ય માટે ડૉ. વિજય પટેલ, સફળ ટ્રેકર (લ્‍બ્‍લ્‍) 7567973241 યશ એડવેન્‍ચર અને પર્વતારોહણ વાંસદા અને કલા સંવર્ધન પ્રગતિ મંડળ વાંસદા તેમજ સંપૂર્ણ ટીમ મેમ્‍બર દ્વારા આદિકરી જીવનમાં ઉતારો ઉત્તર પ્રગતિ માટે તથા નવસારી જિલ્લાને ગૌરવ અપાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપીમાં વોલ પેઈન્‍ટીંગ આકર્ષણનું કેન્‍દ્ર બની

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

Leave a Comment