October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી તાલુકાના તીઘરા ગામે ચાલી ફળિયામાં રહેતી યુવતીનો લગ્ન પ્રસંગ હતો અને જેમાં ગત શુક્રવારના રોજ ડીજે મંગાવી નાચગાનનું આયોજન કરાયું હતું. આ લગ્ન પ્રસંગના ડીજેમાં ગીત બદલવાના મુદ્દે અચાનક ગિરીશ ઉર્ફે ગિરિયો નાયકા તથા જગદીશ ઉર્ફે જગ્‍ગો હળપતિ બંને રહે.તીઘરા ડુંગરી ફળિયાનાઓ અંદરોઅંદર બોલાચાલી કરી ઝઘડા ઉપર ઉતરી આવ્‍યા હતા. અને એકબીજાને પથ્‍થર મારતા જોવા મળતા ત્‍યાં હાજર પુનેશ કિશનભાઈ પટેલ બગવાડા મસ્‍જિદ ફળિયા વચ્‍ચે પડ્‍યા હતા અને આ બંને ઈસમોએ પથ્‍થર વડે પુનેશને મારી દેતા પુનેશ ઘવાઈ ગયો હતો. જેથી તેણે આ મામલે પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબતની જાણ કરી ફરિયાદ નોંધાવી છે.

Related posts

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લામાં પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ

vartmanpravah

નાની દમણ કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં ડૂબી જતાં 15 વર્ષિય કિશોરનું મોત

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

Leave a Comment