Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

વિપુલ સિંહે ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રેમ શુકલા સાથે ઉત્તર ભારતીય લોકોની સમસ્‍યાઓ વિશે વાત કરી : પ્રેમ શુક્‍લાએ નિદાનની ખાતરી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગયા શનિવારે, થાણેના યેઉર હિલ્‍સસ્‍થિત પરમ પૂજનીય સ્‍વાનંદ બાબા આશ્રમમાં હોળી મિલન સમારોહ અને મહાભંડારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ઉત્તર ભારતીય લોકોએ ભાગ લીધો હતો. સ્‍વાનંદ બાબા આશ્રમ સેવા ન્‍યાસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના મુખ્‍ય ટ્રસ્‍ટી ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રેમ શુક્‍લા છે. હોળી મિલન સમારોહ સાંજે 4 થી 11 વાગ્‍યા સુધી ચાલ્‍યો હતો.
મુંબઈ, થાણે અને નજીકના શહેરોમાં સ્‍થાયી થયેલા ઉત્તર ભારતીય લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ફૂલોના રંગોથી હોળી રમવામાં આવી હતી. જેને સૌએ માણ્‍યો હતો. આ પછી બધાએ સ્‍વાદિષ્ટ ભોજન પણ લીધું હતું.
આ કાર્યક્રમની શરૂઆત બાબા સ્‍વાનંદની પૂજાથી થઈ હતી. ત્‍યાર બાદ પરિચય અને સ્‍વાગત સમારોહ યોજાયો હતો. જેમાં આયોજકો પ્રેમ શુક્‍લ અને પ્રેમ મેઘનાનીએ પધારેલ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું. ઉપસ્‍થિત મહેમાનોએ પણ આયોજકોને પુષ્‍પોથી સન્‍માનિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સન સિકયોરિટીના માલિક અને બિહાર વેલ્‍ફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંહે ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રેમ શુક્‍લા સાથે ભારતીય લોકોની સમસ્‍યાઓ અંગે ચર્ચા કરી હતી. પ્રેમ શુક્‍લાએ તેમની વાત ધ્‍યાનથી સાંભળી અને સમસ્‍યાઓ ઉકેલવાની ખાતરી આપી. આપ્રસંગે વિપુલ સિંહ સાથે શિવકાંત ઝા પણ હાજર હતા.

Related posts

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

vartmanpravah

Leave a Comment