Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીમાં મંગળવારે આગના બે બનાવ : જીઆઈડીસી ફોર્ટીશેડ સ્‍થિત કંપનીમાં બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગી વિરાજ કેમિકલમાં સાંજના અચાનક બ્‍લાસ્‍ટ થયા બાદ

કંપની અગનજ્‍વાળામાં લપેટાઈઃ સમગ્ર વિસ્‍તારમાં દોડધામ સાથે અફરાતફરી મચી જવા પામી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી માટે મંગળવારનો દિવસ કમનસીબ સાબિત થયો છે. મળસ્‍કે ડુંગરી ફળીયામાં એક ડઝન ઉપરાંત ભંગારના ગોડાઉનોમાં ભિષણ આગ લાગ્‍યાની ઘટના બાદ માત્ર થોડાક જ કલાકોમાં જીઆઈડીસી ફોર્ટીશેડ વિસ્‍તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ધડાકાભેર બ્‍લાસ્‍ટ થતાની સાથે જ જોતજોતામાં કંપની આગની અગનજ્‍વાળાઓ લપેટાઈ જતા સમગ્ર વિસ્‍તારમાં દોડધામ સાથે અફરાતફરી મચી જવા પામી હતી.
વાપી જીઆઈડીસી ફોર્ટીશેડ વિસ્‍તારમાં આવેલ વિરાજ કેમિકલ નામની કંપનીમાં મંગળવારે સાંજના સુમારે અચાનક ધડાકા સાથે આગ લાગી હતી. આગની ઘટના બાદ પોલીસ અને ફાયરબ્રિગેડના ફાઈટરો ઘટના સ્‍થળે દોડી આવી આગ બુઝાવવાની જહેમત હાથ ધરાઈ હતી. આગમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી પરંતુ છેલ્લે જાણવા મળ્‍યા મુજબ કંપનીમાં કોઈ કેમિકલ પ્રોસેસ કે મેન્‍યુફેક્‍ચર ચાલતું નહોતું પરંતુ ટ્રેડીંગ ગોડાઉન કાર્યરત છે. સંભવત જ્‍વલનશીલ કેમિકલ સ્‍ટોકના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજની કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ પરથી ચોરી કરનાર ચાર આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ : વંશીકા કોથાકરને મુંબઈની અંડર 13 ક્રિકેટ ગર્લ્‍સ ટીમમાં મળ્‍યું સ્‍થાન

vartmanpravah

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

vartmanpravah

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીનો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment