(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, દમણ, દીવ તા.24
આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા 03 અને દમણ જિલ્લામાં પણ 3 તથા દીવ જિલ્લામાં 1 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. દાનહમાં હાલમાં 109 સક્રિય કેસ છે અને અત્યાર સુધીમાં 6090 કેસ રિક્વવર થઈ ચુકયા છે. જ્યારે અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ હોવાની માહિતી પ્રશાસન દ્વારા મળી રહી છે. દાનહમાં આરટીપીસીઆરના 145 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 03 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજનના 46 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહીં આવતા આજે કુલ 03 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 03 પ્રદેશમાં કન્ટાઈન્મેન્ટ ઝોન નક્કી કરાયા છે. 14 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દમણ જિલ્લામાં સોમવારે 54 જેટલા કોવિડ ટેસ્ટ કરાયા હતા અને તેમાંથી 3 કેસો પોઝિટિવ આવ્યા હતા. દમણ હાલમાં 18 કન્ટાઈન્મેન્ટ ઝોન કાર્યરત છે. 91 જેટલા કેસો સક્રિય છે. જ્યારે દીવ જિલ્લામાં સોમવારે 1 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. 1 દર્દી સ્વસ્થ થતાં તેમને કોવિડફેસિલીટીમાંથી આજે રજા આપવામાં આવી હતી. જ્યારે અન્ય એક કેસો પ્રદેશ બહાર રિફર કરવાની માહિતી મળી રહી છે. સંઘપ્રદેશ દાનહ-દમણ અને દીવ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવિડ વેક્સીનનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં આજે દાનહમાં 765 જેટલો લોકોને વેક્સિના ડોઝ આપવામાં આવ્યા હતા. જિલ્લામાં પ્રથમ ડોઝ 440200 અને બીજો ડોઝ 310750 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. પ્રિકોસન ડોઝ 1829 વ્યક્તિઓને આપવામા આવ્યા છે. કુલ 752779 લોકોને વેક્સીન આપવામા આવી છે.