કર્મ જ માણસને સુખ દુઃખની અનુભૂતિ કરાવે છે જીવન બંધન મુક્તિનું કારણ મન છે : કથાકાર દર્શનભાઈ જોષી
મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ભગવાનનું પારણું ઝુલાવી નંદ ઘર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.10: છતરિયા ફળિયામાં હેતલબેન અને કેતનભાઇ જયંતીભાઈ પટેલના મુખ્ય યજમાન પદે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી સંગીતમય કથાનું રસપાન કરાવતા ખેરગામ વાળા કથાકાર દર્શનભાઈ દેવુભાઈ જોષી એ કદરમાં ઋષિ અને દેહુતિ ના લગ્ન અને સાંસારિક જીવનનું વર્ણન કરવા સાથે જણાવ્યું હતું કે જેટલા સંસારીઓને પ્રભુ પ્રાપ્ત થયા એટલા સન્યાસીઓને થયા નથી ભગવાન સુધી તમારી ભાષા નહીં પરંતુ તેમાં રહેલો ભાવ પહોંચે છે.કદર્મ ઋષિ અને દેહુતિના ઘરે નવ દીકરીઓ જન્મ લેવાનો પ્રસંગ સાથે તેમણે શ્રવણ કીર્તન ભગવાનનું સ્મરણ પગની સેવા વંદન સંબંધ મિત્રતા સમર્પિત સહિતની નવધા ભક્તિ વિશે સમજાવી જીવનમાં નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી ભગવાનનું પ્રાકટય થતું નથી તેમ જણાવ્યું હતું.
વધુમાં દર્શનભાઈ જોશી એ દરેક ઘરમાં એક દીકરી હોવી જોઈએ ઘરમાં રહેલી દીકરી સોનું છે દીકરી જ પિતાને પ્રેમની અનુભૂતિ કરાવે છે ઘરના આંગણામાં ફળિયામાં મોટી થઈને બધું ત્યાગ કરીને દીકરી પારકા ઘરે જતી હોય છે આવો ત્યાગ હિન્દુસ્તાનની દીકરી જ કરી શકે છે બીજું કોઈ નથી કરી શકતું દેહુતિ અને તેનો દીકરો કપિલ ભગવાન વચ્ચે નો સંવાદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે કર્મ કોઈને છોડતું નથી દરેકને કર્મ જ સુખ દુઃખની અનુભૂતિ કરાવે છે. જીવન બંધન અને મુક્તિનું કારણ મન જ છે.સાથે તેમણે શક્તિ અનુસાર પોતાના ધર્મનું પાલન શાસ્ત્ર વિરુદ્ધ આચરણ ન કરવું નસીબમાં મળે એમાં સંતોષ રાખવો એ જ સુખી થવાની ત્રણ ચાવી છે.તેમ જણાવ્યું હતું.