October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: દીવમાં બે દિવસીય જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંઘપ્રદેશ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને જી-20ના શેરપા અમિતાભ કાંતે જી-20 સંબંધિત પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સંઘપ્રદેશ દમણ અને દાનહના ઉદ્યોગોએ પણ આ પ્રદર્શનમાં સ્‍ટોલ લગાવ્‍યા હતા. જી-20 સમિટમાં દમણની પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ કંપની દ્વારા સ્‍ટોલ ઉભો કરવામાં આવ્‍યો છે. જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશો અને ભારતના પ્રતિનિધિ મંડળોએ પ્રથમ દિવસે પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ કંપની દ્વારા ઉભા કરાયેલા સ્‍ટોલની મુલાકાત લીધી હતી.
જ્‍યારે બીજા દિવસે વિદ્યાર્થીઓ અને સામાન્‍ય નાગરિકો માટે ખુલેલા પ્રદર્શનને કારણે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને સામાન્‍ય નાગરિકોએ પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ દ્વારા ઉભા કરાયેલ સ્‍ટોલની મુલાકાત લઈ માહિતી લીધી હતી.

Related posts

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ કાપરીયામાં નર-માદા રસેલ વાઇપર રેસ્‍ક્‍યુ કરાયા

vartmanpravah

10 વર્ષપહેલા નિર્માણ પામેલ સેલવાસના આંબેડકર નગરના આવાસની સિલીંગમાંથી પ્‍લાસ્‍ટરનો પોપડો ખરી પડયોઃ સદ્‌નશીબે કોઈને ઈજા કે જાનહાનીની ઘટના ટળી

vartmanpravah

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

Leave a Comment