September 27, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.26: સમગ્ર દેશ અને રાજ્‍યમાં ચાલી રહેલી કોરોના મહામારીના નિયંત્રણ માટે કોવીડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત તમામ દુકાનો, વાણિજિયક સંસ્‍થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્‍પ્‍લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્‍યુટી પાર્લર, રેસ્‍ટોરન્‍ટ, અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ તેમજ અન્‍ય વ્‍યાપારિક ગતિવિધીઓ સાથે સંકળાયેલા વ્‍યક્‍તિઓનો પ્રથમ ડોઝ સુનિશ્‍ચિત થઈ શકે તે હેતુસર તા.25 જુલાઈને રવિવારે વલસાડ જિલ્લામાં વિવિધ 65 સ્‍થળોએ સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પ યોજી 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું હતું. જેમાં વલસાડ તાલુકાના 4153, પારડી તાલુકાના 945, વાપી તાલુકાના 2472, ઉમરગામ તાલુકાના 1644, ધરમપુર તાલુકાના 844 અને કપરાડા તાલુકામાં 509 વ્‍યક્‍તિઓનો સમાવેશ થતો હોવાનું જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું છે.

 

Related posts

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

ધરમપુર બોપી પંચાયતના સરપંચ પતિ આવાસ યોજના હપ્તામાં કટકી માંગતા ગ્રામજનોની ફરિયાદ

vartmanpravah

કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં બિમાર કિશોરને એક્‍સપાયરી ડેટની દવા આપી

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલરોડ ઉપર યુવાનનો રીક્ષામાં જોખમી સ્‍ટંટ : અવર જવરમાં જોખમ ઉભુ કર્યું

vartmanpravah

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

Leave a Comment