ગુજરાતની 11 જેટલી ટીમોની આશરે 240 પ્રજ્ઞાચક્ષુ દિકરીઓએ લીધેલો ભાગ : અંધ પરિવાર સંસ્થાન બાપુનગરની ટીમ વિજેતા જ્યારે માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી, ડાંગની ટીમન રનર્સઅપ રહી
દેશની પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ અને યુવતિઓમાં છૂપાયેલ ખેલ પ્રતિભાને ઉજાગર કરવાની આજે ખુબ જરૂર છેઃ મગનભાઈ પટેલ
અમદાવાદ,તા.1પ: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને ઓલ ઈન્ડિયા પ્લ્પ્ચ્ ફેડરેશનના પ્રમુખ તેમજ આ પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટના મુખ્યદાતા શ્રી મગનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અંધ પરિવાર સેવા સંસ્થાન દ્વારા સંચાલિત આર.પી.વસાણી પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયના પાંચમા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન તાજેતરમાં અમદાવાદના નિકોલમાં આવેલ વિરાંજલી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 11 જેટલી પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટિમોની 240 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ ભાગ લીધો હતો.
બે દિવસીય આ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખ અને આ ટૂર્નામેન્ટના મુખ્યદાતા તેમજ અધ્યક્ષ શ્રી મગનભાઈ પટેલ, અંધ પરિવાર સેવા સંસ્થાના ભવનનાં મુખ્યદાતા શ્રી રવજીભાઈ વસાણી તેમજ સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રી મધુભાઈ વસાણી, પ્રમુખ શ્રી જયંતિભાઈ જે.કોરાટ, મંત્રીશ્રી પિયુષભાઈ ગુણા, સહમંત્રી શ્રી હિતેશભાઈ મારડિયા, ઝીઓન ગ્રુપ વટવાના એમ.ડી. શ્રી અંકુરભાઈ પટેલ, ભાજપના ધારાસભ્યો શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, શ્રી દિનશેભાઈ કુશવાહ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા તેમજ નિકોલવિસ્તારનાં મ્યુ.કાઉન્સીલરો અને સંસ્થાનું સમગ્ર ટ્રસ્ટીગણ, સામાજીક અગ્રણીઓ તેમજ સંસ્થાનાં કાર્યકરો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અંધ પરિવાર સંસ્થાન, બાપુનગરની ટીમ ફાઈનલ મેચમાં વિજેતા થયેલ અને માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, નવસારી, ડાંગની ટીમ રનર્સ અપ ટીમ તરીકે જાહેર થયેલ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનશ્રીઓ તેમજ અંધ પરિવાર સેવા સંસ્થાનના ટ્રસ્ટીગણને ટૂર્નામેન્ટના મુખ્યદાતાશ્રી મગનભાઈ એચ.પટેલના વરદ હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ક્રિકેટ ટૂર્નામેન્ટના મુખ્યદાતા તેમજ સમારંભના અધ્યક્ષ શ્રી મગનભાઈ પટેલે પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાપુનગર, નિકોલ વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ માટે સારી ઈન્સ્ટિટયૂટ બની શકે તેમ છે જેમાં આશરે 250 થી 300 દિકરીઓ નિઃશુલ્ક રહી શકે, જાતે કમાઈ શકે અને પરિવારને ભારરૂપ ના બની રહે તે રીતે જીવન જીવી શકે.