July 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ફરજીયાત શિક્ષણના અધિનિયમ અંતર્ગત દમણમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં 15 ખાનગી શાળાઓમાં 308 વિદ્યાર્થીઓ અને દીવમાં બે ખાનગી શાળામાં 13 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

1 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો, એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. પરિવારના સંતાનો દમણ અને દીવની ખાનગી શાળામાં મફત અભ્‍યાસ કરી શકે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ અખબારી યાદી મુજબ ‘રાઈટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પલસરી એજ્‍યુકેશન એક્‍ટ-2009ની કલમ12(1)ક હેઠળબિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં 25% જેટલા નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ આપવો ફરજીયાત છે. આથી આર્થિક રીતે નબળા વર્ગો કે જે કુટુંબોની વાર્ષિક આવક એક લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબો, શારીરિક રીતે અક્ષમ બાળકો, 40% કરતા વધુ અક્ષમતાનું પ્રમાણપત્ર ધરાવતા બાળકો, અનુસૂચિત જનજાતિ(એસ.ટી.), અનુસુચિત જાતિ(એસ.સી.)વર્ગના અને ઓ.બી.સી. અને એચ.આઇ.વી.થી અસરગ્રસ્‍ત/એચઆઇવી અસરગ્રસ્‍ત સભ્‍ય સાથે રહે છે, જે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના જાહેરનામામાં સૂચિત કરવામાં આવેલું છે એવા બાળકો પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.
અત્રે અખબારી યાદીમાં જણાવાયા પ્રમાણે ઉલ્લેખ કરેલ વર્ગના બાળકો કે જેઓએ છ વર્ષ પૂર્ણ કરેલ હોય, તેમની ઉંમર મર્યાદા માટે સંદર્ભ તારીખ 30મી સપ્‍ટેમ્‍બર 2024 રહેશે.
શાળાના નામની યાદી અને પ્રવેશની અનામત જગ્‍યા ધ્‍યાનમાં લઈ જરૂરી આધાર પુરાવાઓ સાથે પ્રવેશ અરજી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, દાદરા નગર હવેલી, સેલવાસ અને સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા મરાઠી મીડીયમ, ખાનવેલ જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, દમણ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને દીવ ખાતે 15મી માર્ચ 2023 સુધીમાં જાહેર રજા સિવાય ઓફિસ સમય દરમ્‍યાન જમા કરાવવાનીરહેશે. ખાનગી શાળામાં પ્રવેશ માટે અરજીપત્રકનો નિયત નમૂનો અને ખાનગી શાળાની યાદી અને અનામત જગ્‍યા દર્શાવતા પત્રકને અધિકૃત વેબસાઈટ http://dnh.gov.in, https://daman.nic.in, http://div.gov.in, https:ddd.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાયમી રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર ધરાવતા અરજદારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દાનહની 25 ખાનગી શાળાઓમાં 572 બાળકોને પ્રવેશ આપવામા આવશે. જ્‍યારે દમણમાં 15 ખાનગી શાળાઓમાં 308 વિદ્યાર્થીઓ અને દીવમાં બે ખાનગી શાળામાં 13 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

Related posts

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment