છ જેટલા લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશી વૃદ્ધાના દાગીના તથા રોકડા
મળી રૂા.3.78લાખની કરી હતી લૂંટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.15: આજથી આશરે છ મહિના પહેલા 15 મી માર્ચ 2024 ના રોજ આશરે 2:30 થી 3:00 વાગ્યાના સુમારે પારડી તાલુકાના પલસાણા દેસાઈ ફળિયામાં રહેતી સિનિયર સિટીઝન એવા નણંદ – ભાભીના ઘરમાં છ જેટલા લૂંટારુઓએ લાકડી તથા કુહાડી લઈ ઘરના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સુતેલ ઉષાબેન મહેશભાઈ જોશી ઉંમર વર્ષ 72 તથા સાવિત્રીબેન ગુણવંતભાઈ દેસાઈ 70 બંને નણંદ ભાભીને લાકડાના ફટકા મારી તેમણે પહેરેલ સોનાના દાગીનાઓ ઉતારી લઈ કબાટની ચાવી માંગી કબાટમાંથી 50 થી 55 હજાર રોકડા મળી કુલ રૂા.3.78 લાખની લૂંટ કરી ભાગી છુટયા હતા. પરંતુ જે તે સમયે આ લૂંટના છ આરોપીઓ ઝડપાઈ ગયા હતા પરંતુ એક આરોપી નહીં ઝળપાતા તે વોન્ટેડ જાહેર થયેલો હતો.
પારડી પોલીસ સ્ટેશનના આ.પો.કો ભરતસિંહ માનસિંહ ને આ વોન્ટેડ આરોપી હિમસિગ ઉર્ફે કટલો પરશુભાઈ મોહનિયા રહે.ઊંડાર, માળ ફળિયું, તાલુકા ધાનપુર, જિલ્લા દાહોદ, તેના સાસરે તેલસુર, તળાવ ફળિયા, તાલુકા લીમખેડા, જિલ્લા દાહોદ ધનસુખભાઈ પરમારને ત્યાં રહેતો હોવાની બાતમી મળતા પારડી પોલીસ સ્ટેશનના પી.આઇ. જી. આર. ગઢવીના માર્ગદર્શન તથા સુચના અનુસાર પારડી પોલીસસ્ટેશનના એએસઆઈ ચંદુભાઈ સુરપાલ, આ.પો.કો. ભરતસિંહ માનસિંહ તથા અરુણ હરિヘંદ્રની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ આ લૂંટના આરોપી હિમસિંગ ઉર્ફે કટલો પરશુભાઈ મોહનયાને ઝડપી લઇ પારડી પોલીસ સ્ટેશને લાવી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.