Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશમાં વિધિવત્‌ ચોમાસાનો આરંભઃ વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી

સેલવાસ ન.પા. અને પી.ડબ્‍લ્‍યુ.ડી.ની પ્રિ-મોન્‍સૂન કામગીરીની ખુલેલી પોલઃ સેલવાસ બસ સ્‍ટેન્‍ડમાં ભરાયેલા 3 ફૂટ પાણીઃ ટોકરખાડા ખાતેના ફલાયઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા પેદા થયેલી હાલાકી


દમણ જાહેર બાંધકામ વિભાગ, સંબંધિત પંચાયત તથા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની સક્રિયતાથી વૃક્ષો અને વિજળીના થાંભલા ધરાશાયી થતાં રોડ ઉપર થયેલા અવરોધને તાત્‍કાલિક દૂર કરાયાઃ પાણી ભરાવાની સ્‍થિતિ ઉપર પણ સંભાળેલો મોરચો
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.26 : આજથી દાદરા નગર હવેલી અને દમણમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. વાવણીલાયક વરસાદ વરસવાથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.
આજે રાતભર વરસેલા વરસાદના કારણે દાદરા નગર હવેલીના સેલવાસ એસ.ટી.બસ ડેપોમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. કિલવણી નાકા, શાકભાજીમાર્કેટ નજીક, ટોકરખાડા વિસ્‍તારમાં મુખ્‍ય રોડ ઉપર નવા બનેલ ફલાયઓવર બ્રિજના સર્વિસ રોડ ખાતે પણ પાણી ભરાતા રાહદારીઓ અને ટ્રાફિકને ભારે અગવડનો સામનો કરવા પડયો હતો. પહેલાં વરસાદમાં જ અરાજકતાનો માહોલ પેદા થતાં સેલવાસ ન.પા. અને જાહેર બાંધકામ વિભાગની પ્રિ-મોન્‍સૂન કામગીરીની પોલ ખુલવા પામી હતી.
દરમિયાન દમણ ખાતે પણ વરસાદ અને પવનના કારણે વૃક્ષો અને વિજળીના થાંભલા ધરાશાયી થવાના કેટલાક સમાચારો મળ્‍યા છે. પરંતુ દમણ પ્રશાસનની ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમની સક્રિય ભૂમિકાથી સામાન્‍ય લોકોને ઓછી તકલીફ પડી હતી. કેટલીક જગ્‍યાએ પાણી ભરાવાની સમસ્‍યા ઉભી થઈ હતી, પરંતુ જાહેર બાંધકામ વિભાગ, સંબંધિત પંચાયત તથા ફાયર બ્રિગેડની ટીમની સક્રિયતાથી સમસ્‍યાનું તાત્‍કાલિક સમાધાન થયું હતું.
આજે દમણમાં સવારે 8 વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા સુધી 1.3 ઈંચ વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે સવારે 8:00 વાગ્‍યા સુધી 3.77 ઈંચ વરસાદ ખાબક્‍યો હતો.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ દાદરા નગર હવેલી અને દમણમાં થવાની સંભાવના છે.

Related posts

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

દમણ અદાલતે જારી કરેલો આદેશ = દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રા.પં.ના તત્‍કાલિન સરપંચ ધર્મેશ પટેલનો ખંડણીના ગુનામાં નિર્દોષ છૂટકારો

vartmanpravah

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હિમાચલ પ્રદેશના રાજ્‍યપાલ રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્રના લગ્નમાં આપેલી હાજરી

vartmanpravah

Leave a Comment