July 12, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘મિશન-2024′: દાનહ અને દમણ-દીવ ભાજપનું બૂથ સશક્‍તિકરણ ઉપર જોરઃ નવા ભાજપ પ્રભારી વિનોદ સોનકરે આપેલો વિજય મંત્ર

  • પ્રદેશની બંને સંસદીય બેઠકોની બૂથ સમિતિના મુદ્દે ચાલતી લાપરવાહી બંધ કરવા નવનિયુક્‍ત પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરે તમામ પદાધિકારીઓને આપેલી કડક સૂચના

  • પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ બૂથ સમિતિનું યુદ્ધના સ્‍તરે થઈ રહેલું ગઠન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 17 : 2024ની લોકસભા ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠક ઉપર વિજય મેળવવા અને દમણ-દીવ બેઠક મોટી માર્જીન સાથે જાળવી રાખવાની કવાયત નવનિયુક્‍ત પ્રભારી શ્રી વિનોદ સોનકર દ્વારા શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ને સંગઠન સાથે જોડી પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે ત્રણેય જિલ્લા અને બંને સંસદીય બેઠકના બૂથના સશક્‍તિકરણ ઉપર જોર આપ્‍યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બૂથના સશક્‍તિકરણ માટે મહત્‍વની બૂથ સમિતિઓની રચના અત્‍યાર સુધી નહીં કરાઈ હતી. જેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તમામ પદાધિકારીઓને કડક સૂચના આપી હતી. જેના સંદર્ભમાં અત્‍યાર સુધીદમણ-દીવના તમામ બૂથોની સમિતિ સંપન્ન થવા પામી છે જ્‍યારે દાદરા નગર હવેલીના મોટાભાગની બૂથ સમિતિની રચના અંતિમ ચરણમાં હોવાની માહિતી સાંપડી છે.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે કાર્યકર્તાઓને વિજયનો મંત્ર પણ સમજાવ્‍યો હતો, અને જૂથવાદથી દૂર રહી કમળના પ્રતિકને ઓળખી ભાજપ માટે સમર્પિત બની કામ કરવા સીધો સંદેશ આપ્‍યો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં પ્રદેશની બંને સંસદીય બેઠકોના બૂથના સશક્‍તિકરણનું કામ પૂર્ણતાના આરે પહોંચ્‍યું છે અને હવે મતદારો સાથે સીધો સંપર્ક કેળવવા ઉપર જોર આપવામાં આવી રહ્યું છે.

Related posts

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર તરીકે સાબરકાંઠાના કલેક્‍ટર નૈમેશ દવેની વરણી કરાઈ

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

Leave a Comment