Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 20/03/2023 ના રોજ ‘‘પ્રીપ્‍લેસમેન્‍ટ અને કરિયર કાઉન્‍સેલિંગ”ના વિષય ઉપર પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રીપ્‍લેસમેન્‍ટ અને કરિયર કાઉન્‍સેલિંગ હેતુ ગેસ્‍ટ લેક્‍ચરનું આયોજન થયું હતું.
જેમાં એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના બિઝનેસ વરિષ્ઠ જનરલ મેનેજર શ્રી મનીષ ઉપાધ્‍યાય અને ડેપ્‍યુટી મેનેજર એચ.આર શ્રી અક્ષય શાહ મુખ્‍ય મહેમાન તરીકે હાજર હતા. આ કાર્યક્રમનું સંચાલન સંસ્‍થાના એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને કોલેજના પ્‍લેસમેન્‍ટ સેલના કો-ઓર્ડીનેટર કુમારી શિવાની ગાંધીના નેતૃત્‍વમાં કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર હર્ષ લાડ દ્વારા સ્‍વાગત પ્રવચન થી થયુ હતુ. ત્‍યારબાદ આવિષયને અનુસંધાને શ્રી મનીષ ઉપાધ્‍યાય અને શ્રી અક્ષય શાહ વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી જેવા કે જોબ ઈન્‍ટરવ્‍યુ એટલે શું?, ઈન્‍ટરવ્‍યુના પ્રકાર, ઈન્‍ટરવ્‍યુ દરમિયાન પૂછવામાં આવતા વિવિધ પ્રકારના પ્રશ્નો, ઈન્‍ટરવ્‍યુ માટે કરવામાં આવતી તૈયારીઓ જેવી કે ઈન્‍ટરવ્‍યુ પહેલા, ઈન્‍ટરવ્‍યુ દરમિયાન અને ઈન્‍ટરવ્‍યુ પછી. આ ઉપરાંત ઈન્‍ટરવ્‍યુ માટેના વિવિધ તબક્કાની સાથે શું કરવું?, શું ન કરવું? તેમજ સમયની પાબંદી, ફાર્માસ્‍યુટિકલ કંપનીનો વર્તમાન દૃશ્‍ય, રિઝ્‍યુમ કેવી રીતે લખવુ, સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, અને અંતમાં વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતી મહત્‍વની બાબતો વિશે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમના અંતે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર કુમારી ધ્રુવી પરમારે સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો, તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડેએ આવનાર વક્‍તાઓનો અભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રીડો. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા. આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડેએ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ વિશે પ્રારંભિક માહિતી આપી હતી.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

ફિલ્‍મી સ્‍ટાઈલે 18 કી.મી. પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી ઓડી કાર કીકરલાથી ઝડપી

vartmanpravah

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

Leave a Comment