December 8, 2025
Vartman Pravah
વલસાડ

વલસાડ સિવિલ હોસ્‍પિટલના 150 ઉપરાંત ઈન્‍ટર્ન ડોક્‍ટરો હડતાલ પર ઉતર્યા કોવિડના સમયે જાહેર કરાયેલ ઈન્‍સેટીવ નહી ચુકવતા ડોક્‍ટરોએ બીજી વખત પાડી હડતાલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
વલસાડમાં કાર્યરત જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા 150 ઉપરાંત ઈન્‍ટર્ન ડોક્‍ટરો આજથી અમુદત હડતાલ જારી કરીને પોતાની માંગણી બુલંદ કરી હતી.
વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં 150 ઉપરાંત ડોક્‍ટરો ઈન્‍ટર્ન ડોક્‍ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ડોક્‍ટરોએ કોરોનાના સમયે દિવસ રાત જોયા વગર લગાતાર ફરજ બજાવી હતી તે ધ્‍યાને રાખીને સરકાર તરફથી વધારાનું રૂા.5000નું ઈન્‍સેટીવ આપવાનું જાહેર કરવામાં આવ્‍યું હતું. તે બાબતે આ ડોક્‍ટરો લડત ચલાવી રહ્યા છે. અગાઉ પણ એક વખત હડતાલ ઉપર ઉતરી ગયા હતા પરંતુ ત્‍યારે દિલાસો મળતા સમાધાન કરવામાં આવ્‍યું હતું પરંતુ તેનો અમલ નહી થતા આજરોજ ગુરૂવારની હડતાલ ઉપર ઉતર્યા હતા. ઈન્‍ટર્ન ડોક્‍ટરોની અન્‍ય શહેરોમાં પણ આ મુદ્દે લડત ચાલી રહી છે. અમદાવાદમાં પણ હડતાલ પર ઉતર્યા હોય એવુ જાણવા મળ્‍યું છે.

Related posts

વાપી બલીઠાના લીલા નાળિયેરની લારી ચલાવતા શ્રમિકે ઈમાનદારી દાખવી : મળેલી બેગ માલિકને પરત કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ

vartmanpravah

વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્‍ટિમેટમ

vartmanpravah

ટ્રાફિક નિયમોના પાલનને લઈ નવો ચીલો ચિતરતી પારડી મહિલા પોલીસ

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી સાત વર્ષ પહેલા મળીઆવેલ બાળકનું ભાગ્‍ય ચમક્‍યું

vartmanpravah

Leave a Comment