October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04
આધુનિક યુગમાં દિન પ્રતિદિન કીડનીની બિમારી વધુ પ્રમાણમાં ફેલાઈ ચૂકી છે.વલસાડ જિલ્લામાં સેંકડો કીડનીગ્રસ્‍ત દર્દીઓ છે. તેઓ હાલ એક માત્રઅ કીડની ડાયાલીસીસ પર નિર્ભર છે. ક્‍યારેક એવા દર્દીઓની કીડની ફેઈલ થઈ જતી હોય ત્‍યારે મૃત્‍યુને ભેટે છે. એવા દર્દીઓને નવજીવન એક માત્ર રસ્‍તો છે. કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ અને આ સેવા વલસાડ જિલ્લામાં ક્‍યાંય ઉપલબ્‍ધ નથી ત્‍યારે કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ હવે વાપીમાં થશે. વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટર તરીકે માન્‍યતા પ્રાપ્ત થઈ છે.
આજે સોમવારે હરિયા હોસ્‍પિટલમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં હોસ્‍પિટલના સુપ્રિટેન્‍ડન્‍ટ ડો.એસ.એસ. સિંગે કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ હવે હોસ્‍પિટલમાં કાર્યરત થશે તેવી જાણકારી અને માહિતી આપી હતી. કીડનીના રોગની કેટલીક ગંભીર વાતો દર્દીની તકલીફ અંગે જાણકારી આપી હતી. નોંધનીય છે કે મુંબઈ અને સુરત સિવાય કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ક્‍યાંય થતું નથી. હવે આ સેવા વાપીમાં ઉપલબ્‍ધ થશે.

Related posts

સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિનું પ્રદેશવાસીઓએ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે કરેલું સ્‍વાગત

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment