Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર ના અંતર્ગત આવેલ ઇનોવેશન હબમાં તા.- 17.03.2023 થી તા.- 19.032023 સુધી ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મુખ્ય અતિથી શ્રી નરેન્દ્ર શાહ, ડાયરેક્ટર બેયર વાપી પ્રા. લી. દ્વારા શ્રી શૈલેન્દ્ર વિસ્પુટે, જનરલ મેનેજર, બેયર વાપી પ્રા. લી., શ્રી ધર્મુદાદા, અને વિધ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શ્રી અશોક જેઠે, જિલ્લા વિજ્ઞાન અધિકારી એ પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ ના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના વક્તવ્ય માં શ્રી નરેન્દ્ર શાહ, ડાયરેક્ટર બેયર વાપી પ્રા. લી. એ જણાવ્યુ કે દરેક ઇનોવેશન ના મૂળમાં જિજ્ઞાસા હોય છે. સમાજ ને પડતી સમસ્યાને ઓળખીને લોકોની સુખાકારી માટે ઇનોવેશન કરવા જોઈએ. મેડિકલ ક્ષેત્રે થયેલ ઇનોવેશન થી ટીબી, શીતળા, ઓરી અછબડા, જેવા રોગો પર જીત મેળવી શક્યા છે. કોરોના સમયમાં વેક્સિન એ લાખો લોકોના જીવ બચાવવાનું કામ કર્યું છે. કૃષિ ક્ષેત્રે થયેલ ઇનોવેશને હરિયાળી ક્રાંતિ કરી છે. ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩નાં ભાગરુપે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વયની વ્યક્તિ એ વિવિધ હરીફાઇ માં ભાગ લઇ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. તેમજ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.પહેલા દિવસે સાયન્સ ક્વિઝ , કબાડ સે જુગાડ, પ્રોજેકટ ફેર, સાયન્સ હંટ, ક્રોસ બો જેવી સ્પર્ધાઓ કરવામાં આવી હતી. કબાડ સે જુગાડ માં વિજેતા ટીમ તરીકે સુમિત,દીક્ષિત,અને નિલેશ 1st રનર અપ ચાર્મી સાપરિયા અને શિવાની પટેલ અને 2nd રનર અપ દિશા,સલોની, જાહ્નવી થયા હતા. પ્રોજેકટ ફેર માં વિજેતા ટીમ તરીકે અટારા વિરલ,પટેલ પ્રતીક,પટેલ નિશાંત રહ્યા હતા જેમણે ડ્રોન બનાવ્યો હતો. 1st રનર અપ કામિની પટેલ,શિલ્પા ગાયકવાડ જેમણે LiFi પ્રોજેક્ટ બનાવ્યો હતો. અને 2nd રનર અપ આનંદ પટેલ,કિરણ ચૌધરી હોલોગ્રામ બનાવ્યો હતો . સાયન્સ હંટ માં વિજેતા ટીમ તરીકે વાઘામારિય અંજલિ,ગાંવિત રાજેશ્વરી,સપ્ત પદમા 1st રનર અપ ભોયા સંચિતા,પટેલ ખ્યાતિ 2nd રનર અપ દેશમુખ નિધિ, કેરવા રોશની, વર્ષા ગુપ્તા થયા હતા. ક્રોસ બો માં વિજેતા ટીમ તરીકે ક્રિષ્ના સિંઘ,મિત બારોટ, રોનક ચૌહાણ 1st રનર અપ કુંજ રાણા,યુગ ટંડેલ, વ્રજ દેસાઈ અને 2nd રનર અપ સંજય ઘુટિયા થયા હતા.

બીજા દિવસની શરૂઆત સાયન્સ ક્વિઝ ના ફાઇનલ રાઉન્ડ સાથે થઇ હતી.જેમાં વિજેતા ટીમ પટેલ જયની, સેજલ વાઘમરીયા હતી. 1st રનર અપ તરીકે સેજલ દળવી અને મંગલ દોડકા તેમજ 2nd રનર અપ તરીકે નીધી દેશમુખ અને રોશની કોંદર હતા. તેમજ અન્ય સ્પર્ધાઓ જેવી કે બ્રિજ બ્રિગેડ, રોબોવોર,રોબો રેસ, રોબો સોકર, હરડલ રેસ, ઓટો વરચ્યુસો, સર્કિટ માસ્ટર વગેરે હરીફાઇઓમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બ્રિજ બ્રિગેડ માં વિજેતા ટીમ તરીકે અભિષેક ભંડારી, હિતેશ રાઠોડ,પ્રિયંકા પટેલ 1st રનર અપ અજય વિકુલિયા, પ્રિયંકા અક્ષયા અને 2nd રનર અપ સાયલા ભાઈ, આર્યન,ઉમેશ ભાઈ,વિરલ ભાઈ હતા. હરડલ રેસ માં વિજેતા ટીમ તરીકે રોનક, મિતેશ, વિકાસ 1st રનર અપ ક્રિષ્ના, અંકુર, તદરૂપ અને 2nd રનર અપ મીત બારોટ, રોનક ચૌહાણ થયા હતા. ઓટો વરચ્યુસો માં વિજેતા ટીમ તરીકે જીનીત પટેલ,ટંડેલ ક્રિષ્ના,હેમાલી 1st રનર અપ ધરમ મેરાઇ, કોશિક પટેલ,હર્ષલ 2nd રનર અપ મીત બારોટ,વનરાજ ગવળી હતા. સર્કિટ માસ્ટર વિજેતા ટીમ તરીકે ક્રિષ્ના સિંઘ, દીપ બારોટ 1st રનર અપ પલ્લવ નાયક, કેયુર કુરકુટિયા અને 2nd રનર અપ સુમિત અને મિજ્ઞેશ હતા.ડો. સ્વપ્નિલ યેરાંડે, બાયર વાપી પ્રા.લી., વાઇસ પ્રેસિડંટ, હેડ AIMI સાઉથ એશિયા પેસિફિક એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ ડેવલોપમેન્ટ એન્ડ બેસિકસ ઓફ પેટન્ટ વિષય પર વ્યાખ્યાન આપી યુવા સંશોધકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે કેયૂર શાહ, હેડ એડ્મિનિસ્ટ્રેશન , બાયર વાપી પ્રા.લી એ ઉપસ્થિત રહી વિવિધ પ્રવુત્તિઓ નિહાળી હતી.

અંતિમ દિવસે રોબોવોર, રોબો રેસ, રોબો સોકર નાં ફાઇનલ રાઉન્ડ થયા હતા. રોબોવોર માં વિજેતા ટીમ તરીકે હારિત, વત્સલ 1st રનર અપ લક્ષ્મણ,સુરેશ અને 2nd રનર અપ ક્રિષ્ના, રોનક થયા હતા. રોબો રેસ માં વિજેતા ટીમ તરીકે ક્રિષ્ના સિંઘ, 1st રનર અપ મિતેષ ખંદ્રારા અને 2nd રનર અપ હરીત બધેકા થયા હતા. રોબો સોકર માં વિજેતા ટીમ તરીકે રોનક પટેલ,મિતેષ ખંદ્રરા,દિવ્યેશ પટેલ 1st રનર અપ હારિત બધેકા 2nd રનર અપ ગાંવિત સુરેશ, લક્ષ્મણ કાંત, ઘુટિયા શિવમ થયા હતા. ડો.પંકજ દેસાઈ, વિજ્ઞાન સલાહકાર અને સિ. લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ, જીતેન્દ્ર થોરાટ, એસ. આઈ. આઇટીઆઇ ધરમપુર અને સંનિધી પટેલ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. શ્રીમદ્ રાજચંદ્ર સ્કીલ ડેવોપમેન્ટ સેન્ટર (SDC) ના 23 વિધાર્થી ઓ એ ઇનોવેશન ફેસ્ટિવલ માં સ્વયં સેવક તરીકે સેવા આપી હતી જેમનું કાર્યક્રમ ના અંતે પ્રમાણપત્ર અને ટ્રોફી થી અભિવાદન કરવા માં આવ્યું હતું.તા.- 19.03.2023 નાં રોજ કાર્યક્રમનાં અંત માં સમાપન કાર્યક્રમ ના મુખ્ય અતિથિ ડો. સુદર્શન અયંગર, માજી કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને અતિથિ વિશેષ ડો. ઇન્દ્રા વત્સ, ક્યુરેટર, ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર ના હસ્તે વિજેતાઓને ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોતાના વક્તવ્ય માં ડો. સુદર્શન અયંગર, માજી કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ એ જણાવ્યુ કે ઇનોવેશન માં મહિલાઓને રોજીદા જીવન માં પડતી મુશ્કેલીઓને ધ્યાન માં રાખીને કરવા જોઈએ. ઇનોવેશન હમેશા સર્જનાત્મક હોવા જોઈએ. ડો. ઇન્દ્રા વત્સ, ક્યુરેટર, ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર એ કાર્યક્રમના આયોજન માટે આયોજકોને બિરદાવ્યા હતા.

વિવિધ સ્પર્ધાના વિજેતા ને ઇનામ રૂપે પ્રમાણપત્ર, ટ્રોફી આપવા માં આવી હતી તથા કૂલ રુ. 57200/- ની ઈનામ રાશિ વિજેતાઓને આપવામાં આવી હતી. ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને પ્રમાણપત્ર આપી પ્રોત્સહિત કરવા માં આવ્યા હતા.જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જેઠેના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞેશ રાઠોડ, એજયુકેશન ઓફિસર, જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર તથા રાહુલ શાહ અને ગાયત્રી બિસ્ટ, મેંટર ઇનોવેશન હબ ની દેખ-રેખ હેઠળ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં એજ્યુકેશન ટ્રેઈની વંદના રાજગોર, શિવાની ગરાસિયા, કૃણાલ ચૌધરી, સુજીત પટેલ એ ઇવેન્ટ કોર્ડીનેટર ની ફરજ બજાવી હતી. તથા કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા વિજ્ઞાન કેંદ્ર ધરમપુર ના તમામ સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

દમણ-દીવ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલનો આજે જન્મ દિવસ

vartmanpravah

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment