Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.31: મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્‍યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.
સોમનાથ મહાદેવની પાઘ પૂજા અને ધ્‍વજાપુજા કરી ધન્‍યતા વ્‍યક્‍ત કરી સોમનાથ મંદિરની સુચારુ દર્શન વ્‍યવસ્‍થા અને સ્‍વચ્‍છતા માટે ટ્રસ્‍ટને અભિનંદન આપ્‍યા હતા.

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્‍દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્‍યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્‍ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેઓનું સ્‍વાગત અભિવાદન કર્યું હતું. મંત્રોચ્‍ચાર સાથે બ્રાહ્મણો દ્વારા તેઓને મંદિરમાં આવકારવામાં આવ્‍યા હતા. ધીરેન્‍દ્ર શાષાીએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતાં. પૂજારી દ્વારા ચંદન તિલક કરીને તેઓને આશીર્વાદ અપાયા હતા. જ્‍યોર્તિલિંગ ક્ષેત્રમાં પૂજનનું અનેરૂ મહત્‍વ રહેલું છે ત્‍યારે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાષાી મહારાજે સોમનાથ મહાદેવની ધજા પૂજા અને પાઘ પૂજા કર્યા હતા. સનાતન ધર્મમાં શૌર્ય અને ત્‍યાગનું પ્રતીક ગણાતી કેસરિયા રંગની પાઘ ધીરેન્‍દ્ર શાષાી મહારાજે સોમનાથ મહાદેવને પૂજનમાં અર્પણ કરી હતી. શાષાોક્‍ત વિધિ વિધાન સાથે સોમનાથ મંદિરના પુરોહિતો દ્વારા તેઓને પૂજા કરવામાં આવી હતી. પૂજન પૂર્ણ થયા બાદ શાસ્ત્રીજીએ સોમનાથ ટ્રસ્‍ટની સ્‍વસ્‍થ ધ્‍વજા રોહણ સુવિધાનો લાભ લઈને પોતાના હાથે દોરડું ખેંચીને ધ્‍વજાને શિખર સુધી પહોંચાડી હતી. મંદિરની સુચારુ દર્શન વ્‍યવસ્‍થા અદ્વિતીય સ્‍વચ્‍છતા અને સુનિયોજિત મંદિર વ્‍યવસ્‍થાપન બદલ તેઓએ સોમનાથ ટ્રસ્‍ટને અભિનંદન પાઠવ્‍યા હતા. આ તકે તેમની સાથે પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાનભાઈ ગઢવી, ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્‍દ્ર ખતાલે, નાયબ પોલીસ અધિક્ષક ખેંગાર સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આસ્‍થા : દ.ગુજરાતમાં સૌ પ્રથમ વાપીના મહાકાળી મંદિરમાં શામળાજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment