Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

ફલાંડી, રૂદાના અને વાસોણા નર્સરી પર વિવિધ કાર્યક્રમોનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફલાંડી નર્સરી ખાતે વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશની ત્રણે નર્સરી ફલાંડી, રૂદાના અને વાસોણા નર્સરી પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ફલાંડી નર્સરી પર વનવિભાગના ડીસીએફ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, જીવજંતુ અને વૃક્ષની વિવિધતાથી જ પૃથ્‍વીનું પ્રાકૃતિક સૌંદર્ય છે, જેથી લુપ્તપ્રાય ઝાડો અને જીવંતુઓની અનેક પ્રજાતિના એમના પ્રાકૃતિક નિવાસસ્‍થાનની સાથે રક્ષા કરવી પર્યાવરણ સંતુલન માટે ખાસ જરૂરી છે. જેથી પૃથ્‍વી પર ઉપસ્‍થિત જીવજંતુ અને વૃક્ષ વચ્‍ચે સંતુલન બનાવી રાખવા માટે જૈવ વિવિધતાના મુદ્દા અંગે લોકોમાં જાગરૂકતા અને સમજ વધારવા માટે દર વર્ષે 22મે ના રોજ વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસ મનાવવામાં આવે છે. તા.20 ડિસેમ્‍બર 2000ના રોજ સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભા દ્વારા પ્રસ્‍તાવ પારિત કરી મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસ્‍તાવ પર 193 દેશો દ્વારા હસ્‍તાક્ષરકરવામાં આવ્‍યા હતા. 22મે 1992ના રોજ નૈરોબી એક્‍ટમાં જૈવવિવિધતા પર સ્‍વીકાર કરવામાં આવેલ જેથી આ દિવસ મનાવવા માટે 22મે નક્કી કરવામાં આવી હતી. ધરતી પર ઝાડોની સંખ્‍યા ઘટી રહી છે, જેના કારણે અનેક જાનવરો અને પક્ષીઓના આશિયાના છીનવાઈ રહ્યા છે, જેના કારણે તેઓનુ જીવન સંકટમાં પડી રહ્યું છે. વનવિભાગના અધિકારીઓ દ્વારા ઉપસ્‍થિત દરેકને નર્સરીની મુલાકાત કરાવી હતી અને જુદા જુદા વૃક્ષોના મહત્‍વ અંગે જાણકારી આપી હતી. રૂદાના પારસપાડામાં વિદ્યાર્થીઓને પાણીનું મહત્‍વ સમજાવવા માટે ચેકડેમની મુલાકાત કરાવી હતી અને વન્‍યજીવ અને વૃક્ષના મહત્‍વ અંગે નર્સરી પર અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. સેલવાસ ગવર્નમેન્‍ટ ઓફિસર કોલોનીમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે વનવિભાગના અધિકારી શ્રી વિજયભાઈ પટેલ, શ્રી કિરણસિંહ પરમાર, શ્રી મયુર પટેલ, વનવિભાગની ટીમ શાળાના વિદ્યાર્થી સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી વિસ્‍તારમાં જુગાર બેફામ : કરવડ અને ભડકમોરામાંથી જથ્‍થાબંધ જુગારીયા ઝડપાયા

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર

vartmanpravah

Leave a Comment