October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના પાલી કરમબેલીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાલી કરમબેલી ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦ જેટલા પ્રગતિશીલ ખેડૂત ભાઈ- બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન ઉમરગામ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર તુષાર ગામિત દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી સાથે સાથે પશુપાલન અધિકારી ડો. નિર્મલ પટેલ દ્વારા ખેતી સાથે પશુપાલન કેમ જરૂરી છે તેના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે પશુપાલનમાં થતા રોગ જીવાત અને તેની પોષણ વ્યવસ્થા અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ તાલીમમાં સરોન્ડા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલ હાજર રહી પ્રાકૃતિક ખેતી વિશે પોતાના અનુભવો જણાવ્યા હતા. ખેડૂત ઈશ્વરભાઈ પટેલે પણ પ્રાકૃતિક ખેતીથી પોતાના ખેતરમાં થયેલા ફાયદા જણાવી તાલીમાર્થી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યુ હતું.

Related posts

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

વલસાડના અબ્રામાની કંપનીમાં કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત ગલોન્‍ડા, ફલાન્‍ડી અને ઉમરકુઈ હાટપાડામાં શેરી નાટકો યોજાયા

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

Leave a Comment