Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી પૂ. પ્રફુલભાઈ શુકલની રામ કથામાં ઉજવાયો સીતા-રામ વિવાહ પ્રસંગ

બિલ્ડર બિપીનભાઈ પટેલ દ્વારા હનુમાન મંદિરના કાર્ય માટે ૧૧ લાખ પ૧ હજાર રૂપિયાનું દાન જાહેર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: ‘‘તાની શ્રોતા, ધ્‍યાની શ્રોતા, માની શ્રોતા અને દાની શ્રોતા આ ચાર પ્રકાર શ્રોતાઓ શાષાોમાં બતાવવામાં આવ્‍યા છે.” ઉપરોક્‍ત શબ્‍દો વિશ્વ વિખ્‍યાત કથાકાર પ્રફુલભાઈ શુક્‍લએ પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી રામ કથામાં ઉંચાર્યા હતા. ભૂપેશભાઈ દેસાઈ પરિવાર, મુખ્‍ય યજમાન રાજનભાઈ પટેલ પરિવાર અને ભાર્ગવ કુમાર પંડ્‍યા (નાયબ મામલતદાર શ્રી) તેમજ ભાવિક ભક્‍તોના સાનિધ્‍યમાં ચોથા દિવસના રામાયણના દશાંશ યજ્ઞને કાગભુસુન્‍ડી રામાયણના પાઠ કરીને સંપન્ન કરવામાં આવ્‍યો હતો. સાથે આજે કથામાં સીતારામ વિવાહ ઉત્‍સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. વિનોદરાઈ છોટુભાઈ પટેલ અને એમનો પરિવાર ભગવાનની જાન લઈને પધાર્યા હતા. જ્‍યારે ભરતભાઈ રવુભાઈ પટેલ અને એમના પરિવારે કન્‍યા પક્ષે રહી માઁ જાનકીનુ કન્‍યાદાન કર્યું હતુ. સંગીતકારો દ્વારા લગ્નના ગીતો ગાવાયા હતા તેમજ ભગવાનના વિવાહમાં ઉપસ્‍થિત વિશાળ સંખ્‍યામાં ભાવિક ભક્‍તો નાચી ઉઠ્‍યા હતા. કન્‍યાદાનની અંદરશ્રોતાઓ દ્વારા માતબર ધનરાશી સંકટ હરણ હનુમાનજી મંદિર ટ્રસ્‍ટને અર્પણ કરવામાં આવી હતી. કથાકાર પ્રફુલભાઈ શુક્‍લની ઓજસ્‍વી વાણીથી ભાવિકો રામભક્‍તિમાં લીન બન્‍યા હતા. દાતાઓ તરફથી દાનનો ધોધ વહ્યો હતો. 1.શ્રી ભરતભાઈ કિકુભાઈ પટેલ (પ્‍ન્‍ખ્‍ ર્સ્‍ીશ્રર્તીફુ) તરફથી જ્‍યાં સુધી પ્‍ન્‍ખ્‍ ના પડ પર રહે ત્‍યાં સુધી દર વર્ષે 5,00,000/- રૂપિયા પ્‍ન્‍ખ્‍ ગ્રાન્‍ટમાંથી મંદિરના કામે યોગદાન આપવાની જાહેરાત કરી, બિપિનભાઈ બાવાભાઈ પટેલ તરફથી હનુમાનજી મંદિરના કોઈ પણ કાર્ય માટે 11 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું સાથે સાથે રામ કથા માટે એકાવન હજાર રૂપિયાનું દાન જાહેર કર્યું છે., રામીબેન રામાભાઈ તથા રામાભાઈ ભાણાભાઈ પટેલના સ્‍મરણાર્થે એમના પુત્ર રવુભાઈ રામાભાઈ પટેલ તરફથી 5 લાખ રૂપિયાનું ભૂમિદાન જાહેર કર્યું, જિલ્લા પંચાયત સભ્‍ય અમ્રતભાઈ રમેશભાઈ પટેલ, પારનેરા પારડી તરફથી જિલ્લા પંચાયતની ગ્રાન્‍ટમાંથી 5 લાખ રૂપિયાનું યોગદાન જાહેર કર્યું,. સાંઈરામ પરિવાર તરફથી રામકથાના મહાપ્રસાદના માટે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા દાન પેટે મળ્‍યા, રાજનભાઈ ભગવાનજીભાઈ પટેલ, પારનેરા પારડી તરફથી મુખ્‍ય યજમાન પેટે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા દાન પેટે મળ્‍યા., મારૂતિ અર્થમુવર્સના પ્રિતેશકુમાર હર્ષદભાઈ પટેલ પારનેરા પારડીતરફથી વિશિષ્ટ યજમાન પેટે 1 લાખ અગિયાર હજાર રૂપિયા દાન પેટે મળ્‍યા., રામુભાઈ લલ્લુભાઈ પટેલ, પારનેરા પારડી તરફથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર હજારનું દાન જાહેર કર્યું., નીતિનભાઈ મનુભાઈ દેસાઈ, વલસાડ તરફથી એક લાખ એક રૂપિયાનું દાન જાહેર કર્યું., સ્‍વ.ધનુબેન મંગુભાઈ પટેલના સ્‍મરણાર્થે મંગુભાઈ નારણભાઈ પટેલ તરફથી એકાવન હજાર એક રૂપિયા દાન પેટે મળેલ છે, પાર્થ પ્રભાતભાઈ પટેલ તરફથી એકાવન હજાર એક રૂપિયા દાન પેટે મળ્‍યા છે, પુત્રને લગ્નના 12 વર્ષે પુત્ર પ્રાપ્ત થતા દાદી પન્નાબેન નરેશભાઈ પાંચાલ (શ્‍લ્‍ખ્‍ નિવાસી) તરફથી પૌત્ર રિયાન સંદીપ પાંચાલના નામે એકાવન હજારનું દાન જાહેર કર્યું, સોલારિસ સોસાયટી તરફથી પંચાવન હજાર દાન પેટે મળ્‍યા છે, ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્‍યું હતું. તમામ દાતાઓનુ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લએ વ્‍યાસપીઠ પરથી સન્‍માન કર્યું હતુ. કથાને સફળ બનાવવા માટે સમગ્ર સંકટ હરણ હનુમાનજી મંદિર ટ્રસ્‍ટ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.

Related posts

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ આયુક્‍ત સૌરભ મિશ્રાએ 18 શ્રમિક પરિવારોને સામી હોળીએ કરાવી દિવાળીના આનંદની અનુભૂતિ

vartmanpravah

ઉદવાડા ગામમાં ટેરેસના દરવાજામાં બાકોરું પાડી ઘરમાં પ્રવેશી 4 લાખ રૂપિયાની ચોરી કરતા ચોરટાઓ

vartmanpravah

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે મોરખલની મહિલાના આત્‍મહત્‍યા કેસમાં તેમના પરિવારને ન્‍યાય અપાવવા એસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment