September 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ તરણ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ, સેલવાસ દ્વારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને કુશળ માર્ગદર્શનમાં રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ સચિવ અને નિર્દેશકશ્રીના સહયોગ દ્વારા ઓપન લેવલ તરણ સ્‍પર્ધા તરણ કુંડ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ, સેલવાસ ખાતે આયોજીત કરવામાં આવી હતી. જેમાં દાદરા નગર હવેલી અને દમણ તથા વાપી વિસ્‍તારના તરવૈયા સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં મહિલા અને પુરુષ વર્ગમાં ચાર અલગ અલગ સ્‍પર્ધા ફ્રી સ્‍ટાઇલ રીલે, મેડલી રિલે, ડાઇવિંગ સ્‍પ્રિંગ, બોર્ડ ફોરવર્ડ, બેકવર્ડ, રિવર્સ, ટવીસ્‍ટીંગ અને આર્મ સ્‍ટેન્‍ડ અને ડાઇવિંગ પ્‍લેટફોર્મ ફોરવર્ડ, બેકવર્ડ, ઈનવર્ડ, રિવર્સ, ટ્‍વીસ્‍ટીંગ અને આર્મ સ્‍ટેન્‍ડમાં અંડર 14, અંડર 17, અંડર 19 અને 19 વર્ષથી વધુઉંમરના તરવૈયાઓએ હોંશભેર ભાગ લીધો હતો અને પોતાનું કૌવત ઝળકાવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે રૌદ્ર સ્‍વરૂપ આણ્‍યું: ઠેર ઠેર રોડ-રસ્‍તાઓ પાણીથી લબાલબ

vartmanpravah

વલસાડ જિલ્લાના 2506 પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

Leave a Comment