-
દાનહ લોકસભાની ચૂંટણીમાં મહિલા દાવેદારી કરનારા કલાબેન ડેલકર સંભવતઃ ત્રીજા મહિલા
-
1989ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી રીટાબેન પટેલે નોંધાવેલી દાવેદારી, 2019માં શિવસેનાના ઉમેદવાર બનેલા અંકિતાબેન પટેલ અને હવે શિવસેના તરફથી ઉમેદવાર બનતા કલાબેન ડેલકર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટેની પેટા ચૂંટણીમાં શિવસેના તરફથી શ્રીમતી કલાબેન ડેલકરે દાવેદારી કરતા સાંસદની ચૂંટણીમાં ઉભા રહેનારા સંભવતઃ તેઓ ત્રીજા મહિલા રાજકારણી બન્યા છે.
દાદરા નગર હવેલી લોકસભા બેઠક ઉપરથી સૌથી પહેલાં શ્રીમતી રીટાબેન પટેલે 1989માં ભાજપતરફથી દાવેદારી કરી હતી. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં શ્રીમતી રીટાબેન પટેલના સુપુત્રી શ્રીમતી અંકિતાબેન પટેલ ઉમેદવાર બન્યા હતા. હવે શ્રીમતી કલાબેન ડેલકર શિવસેના તરફથી ઉમેદવાર બની રહ્યા છે.
શ્રીમતી કલાબેન ડેલકર નવશક્તિ મહિલા મંડળના પ્રમુખ તરીકે પ્રદેશમાં પોતાનો પ્રભાવ પાથરી ચુક્યા છે અને સ્વ. સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર સાથે ખભેથી ખભા મિલાવી રાજકીય અનુભવ પણ મેળવેલો હોવાથી આ ચૂંટણીમાં તેમનું ધનુષ્યબાણ લક્ષ્યવેધ કરે કે નહીં તેના ઉપર તમામની નજર મંડાયેલી રહેશે.