July 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

આ વિસ્તાર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર જવર પ્રતિબંધ ફરમાવાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૪: વલસાડમાં કોરોનાના કેસને પગલે શહેરના મોગરાવાડીમાં આવેલી કુબેર સમૃધ્ધિ સોસાયટીમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે અંગે વલસાડના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિલેશ બી. કુકડીયાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા નીતાબેન રાજેન્દ્રભાઈ પરમારનું મકાનને એપી સેન્ટર વિસ્તાર તરીકે જાહેર કરી તેમના મકાનનો તમામ હદ વિસ્તાર કલસ્ટર કન્ટાઈમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તાર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર જવર પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મકાનના તમામ રહેવાસીઓને રાશન અને આવશ્યક ચીજ વસ્તુઓની વ્યવસ્થા વલસાડ નગરપાલિકાએ કરવાની રહેશે. તમામ રહેવાસીઓનું સ્કીનીંગ આરોગ્ય ટીમ દ્વારા કરવાનું રહેશે. આ હુકમની અમલવારી તા. ૨૭ માર્ચ કલાક ૨૪-૦૦ સુધી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કે ઉલ્લઘંન કરશે તો ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૬૦ જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તે ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટ અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ જે વ્યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી/પ્રાઈવેટ દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યકિત કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા આવશ્યક સેવાઓ માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હોય તેવા વ્યકિતઓને તેમજ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.

Related posts

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

જિલ્લા પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ 8 વર્ષ દરમિયાન દમણ જિલ્લામાં થયેલા વિકાસની રજૂ કરાયેલી ગાથા

vartmanpravah

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

vartmanpravah

બોલીવુડની વિવિધ ફિલ્‍મોના શૂટીંગ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો સંઘપ્રદેશ

vartmanpravah

Leave a Comment