એનડીઆરએફ વડોદરાની ટીમના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રાકેશ સિંઘ, સરપંચ મુકેશ ગોસાવી, પુષ્પા રાઠોડ ગોસાવી, આસિ.એન્જિ. ભાસ્કરન, ચંદ્રેશ પટેલ, ગણેશભાઈ પટેલ સહિતના આગેવાનોની રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ(એનડીઆરએફ), વડોદરાની ટીમે આપત્તિના સમયે રાખવાની કાળજીના સંબંધમાં વિસ્તૃત સમજ આપી હતી.
ત્સુનામી, વાવાઝોડા, પુર, જળપ્રલય, આગ, ધરતીકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફતમાં સુરક્ષિત કેવી રીતે રહેવું તેની પ્રયોગની સાથે જાણકારી આપવામાં આવી હતી.
અકસ્માત તથા હૃદયરોગના હુમલા સમયે દર્દીને શરૂઆતમાં કેવી પ્રાથમિક સારવાર આપવી તેની પણ સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી રાકેશ સિંઘ, દમણ વિદ્યુત વિભાગના સહાયક એન્જિનીયર શ્રી ભાસ્કરન, સ્ટેટ ડેઝિગ્નેટેડ એજન્સીના શ્રી ચંદ્રેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ પટેલ સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.