January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

બોલીવુડની વિવિધ ફિલ્‍મોના શૂટીંગ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો સંઘપ્રદેશ

  • છેલ્લા પાંચ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સાકાર થયેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્‍ટો તથા નૈસર્ગિક સૌંદર્યને મળેલા નિખારના કારણે બોલીવુડ માટે બનેલી પહેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલા ઐતિહાસિક વિકાસના કારણે હવે આ ટચૂકડા કેન્‍દ્રશાસિત પ્રદેશ તરફ બોલીવુડનું પણ ધ્‍યાન ગયું છે અને શૂટીંગ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.
દમણ ખાતે નિર્માણ પામેલ ભવ્‍ય રામસેતુ બીચ રોડ, મોટી દમણના કિલ્લાની કરાયેલી સાજ-સજ્‍જા, જમ્‍પોર ખાતે નિર્માણ પામી રહેલ વિરાટ પક્ષી ઘર પણ પ્રવાસીઓની સાથે સાથે ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીઝને પોતાની ફિલ્‍મના શૂટીંગ માટે પ્રિય સ્‍થળબની રહ્યું છે.
બોલીવુડના સુપર સ્‍ટાર અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્‍ડિઝની પોતાની અગામી ફિલ્‍મ રામસેતુનું શૂટીંગ પણ દમણમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બીજી અનેક ફિલ્‍મોમાં પણ હવે દમણ, દાદરા નગર હવેલી અને દીવના દર્શન થતા રહેશે. કારણ કે, ફિલ્‍મ પ્રોડયુસરો માટે જે થીમ અને જે સીન જોઈએ છે તે લગભગ તમામ આ પ્રદેશ પાસે ઉપલબ્‍ધ છે. તેથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની ડિમાન્‍ડ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં પણ રહેશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે

vartmanpravah

વલસાડ કોસંબાના મધ દરિયામાં શંકાસ્‍પદ બોટ મળી આવી : પોલીસ અને કોસ્‍ટગાર્ડની દોડધામ

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

દમણ જિલ્લા સ્‍તરીય આયોજીત ર્સ્‍ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળા નાની દમણના વિદ્યાર્થીએ ‘બોક્‍સિંગ’માં પ્રથમ અને આર્ચરીમાં મેળવેલો બીજો ક્રમ

vartmanpravah

Leave a Comment