(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી બાલાજી મંદિર સ્થિત શ્રી ગણેશ મંડલમ્ દ્વારા છેલ્લા 21 વર્ષથી ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન અગાઉ આમલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કરવામાં આવતું હતું. જે હવે આ વર્ષથી ભક્તોને દર્શનાર્થે આવવા-જવા માટે કોઈ તકલીફ નહીં પડે તેહેતુથી સેલવાસના આમલી બાલાજી મંદિરના ગ્રાઉન્ડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે, જેનો ભાવિકભક્તો દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. આ મંડળમાં સવારે અને સાંજે આરતી તથા ભજન કરવામાં આવે છે.