January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવાપી

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

અંડરગ્રાઉન્ડ કેબલ યોજનાની મંજુરી બદલ એસોસિએશનએ માનેલો આભાર 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ આજે વાપી ખાતે નાણાં-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની જન સંપર્ક કાર્યાલયમાં મુલાકાત લીધી હતી. સરકાર તરફથી સરીગામ વસાહતમાં ભૂમિગત કેબલ યોજનાની મંજુરી આપવા બદલ એસ.આઈ.એ. સભ્‍યોએ આભાર માન્‍યો હતો.
ઊર્જા-નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વાપી જમીન સંપર્ક કાર્યાલયમાં સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અગ્રણીઓ ખાસ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સરીગામ બે કિ.મી. બાપયાસ રોડની દુર્દશા અને મંત્રીશ્રીને જાણ કરવામાં આવી હતીઅને રોડ જલ્‍દી બને તેની માંગ કરી હતી. ભૂમિગત કેબલના નિર્ણયને એસ.આઈ.એ. આવકાર આપી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્‍યો હતો.
આ અવસરે શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી સજ્જન મુરારકા, શ્રી નિર્મલ દુધાની, સચિવ શ્રી શમીમ રિઝવી, કોષાધ્‍યક્ષ શ્રી કિશોર ગજેરા, શ્રી બી.કે.દાયમા, શ્રી કૌશિક પટેલ, શ્રી નિતિન ઓઝા, પૂર્વ પ્રમુખ શ્રી શિરિષભાઈ દેસાઈ સહિત ઉદ્યોગપતિઓ નાણાં-ઉર્જા મંત્રીની મુલાકાતમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

વલસાડ તિથલ રોડ ઉપર એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : બે દુકાનદારને સલામત બચાવી લેવાયા

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ ભારતીય જનતા યુવા મોરચા શહેર પ્રમુખે 300 યુવાઓને ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ મફત બતાવી

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment