January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 28: હવામાન ખાતાએ વલસાડ જિલ્લામાં ફરી કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં તા.૨૯-૦૩-૨૦૨૩ થી તા.૩૧-૦૩-૨૦૨૩ દરમ્યાન પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. કમોસમી વરસાદથી પાકને નુક્શાનીથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી અથવા પ્લાસ્ટીક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવુ. આ ઉપરાંત ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવુ. જંતુનાશક કે રોગનાશક દવાનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો. એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને વેચાણ માટે આવતી ખેતપેદાશો આ દિવસો દરમ્યાન ટાળવી.
કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની જીવાતો અને રોગો માટે સાનૂકુળ વાતાવરણ છે. જિલ્લામાં આંબાપાકની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને ઉકત સમયગાળા દરમ્યાન કેરી પાકમાં નુકશાની ન થાય એ માટે ફૂલમોરમાં નાની કેરી પર તેમજ નવી પીલવણી પર મધીયો અને થ્રિપ્સ નામની જીવાતો તેમજ ભૂકીછારો અને એંથ્રેક્નોઝ નામના રોગનો ઉપદ્રવ વધવાની શકયતા રહેલી છે. જરૂર જણાય તો મધીયા અને થ્રિપ્સના નિયંત્રણ માટે થાયોમેથોક્ઝામ ૨૫ WG ૩૪૦ ગ્રામ અથવા લેમ્બડા સાયહેલોથ્રિન ૫ EC ૧ લીટર જંતુનાશક/૧૦૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ભુકીછારો અને એંથ્રેક્નોઝ રોગના નિયંત્રણ માટે હેકઝાકોઝાનોલ ૫ EC ૧૦૦૦ મીલી અથવા કાર્બેન્ડાઝીમ ૧૨ % + મેંન્કોઝેબ ૬૨% WP ૨ કિ.ગ્રા પ્રતિ ૧૦૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. હાલમાં આંબાવાડીમાં પ્રતિકુળ વાતવરણને કારણે નાની કેરી ખરી પડવાની શકયતાઓ છે. આ પરીસ્થિતીમાં ૧૦૦૦ લીટર પાણીમાં પ્લાનોફીક્ષ ૪૫૦ મીલી અને ૨૦ કિ.ગ્રા. યુરીયાનો મિશ્ર કરી છંટકાવ કરવો,આ મિશ્રણ સાથે અન્ય જંતુનાશકો મિશ્ર કરવા નહી. આ ઉપરાત નોવેલ સેન્દ્રીય પ્રવાહી ૧૦ લીટર/૧૦૦૦ લીટર મિશ્ર કરી છંટકાવ કરવો. કેરીપાકને નુક્શાનીથી બચાવવા તકેદારીના ભાગરૂપે આંબાવાડીમાં રોગ જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે માટે કૃષિ પ્રોયોગિક કેન્દ્ર,પરીયા,તા.પારડી દ્વારા ઉપર જણાવેલ પગલા લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, વલસાડ અને નાયબ બાગાયત નિયામક,વલસાડ કચેરી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

દમણ જિલ્લા સ્‍તરીય આયોજીત ર્સ્‍ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળા નાની દમણના વિદ્યાર્થીએ ‘બોક્‍સિંગ’માં પ્રથમ અને આર્ચરીમાં મેળવેલો બીજો ક્રમ

vartmanpravah

Leave a Comment