પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં લાપરવાહી અને કોંગ્રેસના ષડ્યંત્ર વિરૂદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની હાકલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10 દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ પ્રદેશના દરેક જિલ્લામાં અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા પંજાબની કોંગ્રેસ સરકારે જે રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા સાથે કરેલા ચેડાંના વિરોધમાં આજે હાથ ઉપર કાળી પટ્ટી બાંધી મૌન ધરણાંનું આયોજન કર્યું હતું. દમણ જિલ્લામાં નાની દમણ બસ સ્ટેન્ડ પાસે મૌન ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં ચૂક નહીં પરંતુ એક ઊંડી સાજીશ હતી. જેમાં પ્રધાનમંત્રીની જાનસાથે ગંભીર ખતરો ઉભો થાય એવા પ્રયાસ કરાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની સાથે આવી ઘૃણાસ્પદ હરકતનો દેશ સ્વીકાર નહીં કરશે અને દોષીઓને વહેલામાં વહેલી તકે સજા મળે એવી માંગ સાથે આજે પ્રદેશના દરેક જિલ્લામાં ભાજપના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા હોવાની પણ જાણકારી આપી હતી. સેલવાસ જિલ્લામાં વોર્ડનં.1માં આંબેડકરનગર ખાતે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ કાર્યકર્તાઓએ મૌન ધરણાં-પ્રદર્શન કર્યું હતું. દીવ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીન શાહના નેતૃત્વમાં ધરણાંનું આયોજન કરાયું હતું. આજે આ મૌન ધરણાં-પ્રદર્શનમાં પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાના અધ્યક્ષ શ્રી મહેશ આગરિયા, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયા, ભાજપ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી બી.એમ.માછી, શ્રી દિગ્વિજયસિંહ પરમાર, શ્રી બાલુભાઈ પટેલ, શ્રી વાસુભાઈ પટેલ, પ્રદેશ ઉપ પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી હીરાબેન સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ ન.પા. અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, સેલવાસ જિલ્લા અનુ.જાતિ મોર્ચા અધ્યક્ષ શ્રી આનંદ સારવે, શ્રી ગુલાબ રોહિત, યુવા મોર્ચારાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય શ્રી સિદ્ધાર્થ શુક્લા, યુવા મોર્ચા પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ચિંતક સોલંકી, દીવ જિલ્લા યુવા મોર્ચા અધ્યક્ષ શ્રી દિનેશ પનજાની, શ્રી મેઘાવીન પરમાર તથા મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/01/Maun-960x632.jpg)