(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.29
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ આજે તા. 30 જૂનને ગુરૂવારે સવારે 10-30 કલાકે ચીખલીથી વલસાડ આવવા રવાના થશે. 11-00 કલાકે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની આયોજિત જૂન માસના કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ અનૂકૂળતાએ ચીખલી મત વિસ્તારના કાર્યક્રમોમાં હાજરી આપવા રવાના થશે.