April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ


ગુરુ જમ્‍ભેશ્વર સેવા સંસ્‍થાન અને ખાતેદાર પીનલ પટેલ વચ્‍ચે છેલ્લા ત્રણ દિવસથી જમીન વિવાદ ચાલી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નજીક કરમબેલા હાઈવે ઉપર રોડ ટચ સર્વે નં.35/16 વાળી 24 ગુંઠા જમીન છેલ્લા ત્રણ દિવસથી એક સેવા સંસ્‍થાન અને ખાતેદાર વચ્‍ચે જમીન માલિકીપણા હક્કનો મોટો વિવાદ-ગજગ્રાહ ચાલી રહ્યો છે. વચ્‍ચેના માર્ગ અને ન્‍યાયિક તપાસ માટે સર્વેયર અને ભિલાડ પોલીસ ટીમ દોડી આવી હતી. પરંતુ રકઝક અને વિવાદ વધુ વકરતા જમીન માપણીની કામગીરી જ ટલ્લે ચઢી ગઈ હતી.


કરમબેલા હાઈવે ટચ આવેલ સર્વે નં.35/16 વાળી 24 ગુંઠા જમીન મૂળ માલિક સંજય મોહલલા પાસેથી ગુરુ જમ્‍બેશ્વર સેવા સંસ્‍થાએ ખરીદી હોવાથી તેમની દાવેદારી પ્રસ્‍તૂત થઈ રહી છે. તો બીજી તરફ સામે પક્ષે કરમબેલે ગામના ખાતેદાર પીનલ પટેલ સદર જમીન સર્વે નં.36/1 વાળી હોવાનો દાવો થયેલ. તેથી વિવાદ વકર્યો હતો. જેનાસમાધાન માટે સોમવારે ભિલાડ પોલીસ અને સર્વેયરોની ટીમ સ્‍થળ ઉપર જમીન માપણી માટે પહોંચેલી પરંતુ વિવાદ વધુ વકરતા ચાર ચાર કલાકની જહેમત બાદ માપણી ટલ્લે ચઢી હતી.

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

vartmanpravah

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

Leave a Comment