(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા દૂધની ગ્રામ પંચાયતના તમામ ગામો (દૂધણી અને કરચોંડ)માં આજે સવારે 11.30 કલાકે ‘પ્રશાસન આપકે દ્વાર’ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વહીવટીતંત્રના અનેક અધિકારીઓ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની સ્થાનિક સમસ્યાઓ સાંભળવામાં આવી હતી અને સમય મર્યાદામાં ઉકેલવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જનતાની સમસ્યાઓને ધ્યાને રાખી દૂધની ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ, વિવિધ જરૂરી પ્રવેશ, પેન્શન, વીજ જોડાણ વગેરે માટે ખાસ કેમ્પ યોજવા વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને તેના નિરાકરણ માટે ગ્રામ્ય સ્તરે જ તમામ વિવિધ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધરાશે.