September 9, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે નવગ્રહ તથા શનિદેવ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા અને મહા પ્રસાદનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ઝાપા બહાર વિજયપથ રોડ સ્‍થિત શનિદેવના મંદિરને રોડ વાઈડિંગને લીધે જુના મંદિરની પાછળ શનિદેવના નવા મંદિરનુ નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેમા શનિદેવની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી નવા મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી હતી. તારીખ 6 એપ્રિલ તથા ચૈત્રી પૂનમના દિવસે શનિદેવ અને નવગ્રહ દેવનીવિધિવત પૂજા અર્ચના કરી અને શનિદેવ મહારાજ મૂર્તિની નવા મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી હતી. સાંજે સાત કલાકે મહા આરતી તથા ભજન-કીર્તન અને ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તારીખ સાત ના રોજ જાહેર જનતા માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ભક્‍તોએ લાભ લીધો હતો, અને શનિદેવના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

Related posts

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

vartmanpravah

Leave a Comment