October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર રેતી ભરેલ ટ્રક પલટી મારી જતા દોડધામ મચી ગઈ

ધોલાઈ બંદરથી ટ્રક રેતી ભરીને વલસાડ આવી રહી હતી ત્‍યારે અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર સોમવારે સવારે 10 વાગ્‍યાના સુમારે રેતી ભરેલી ટ્રકનું ટાયર ફાટતા અચાનક પલટી મારી બાજુમાં પસાર થતી ગટરમાં પડી જતા અફરા તફરી મચી જવા પામી હતી.
વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર ધોલાઈ બંદરથી રેતી ભરીને ટ્રકોની રોજીંદી અવરજવર રહે છે. આજે સોમવારે તેવી રેતી ભરેલ ટ્રક નં.જીજે 15 યુયુ 1185 ધોલાઈ બંદરથી રેતી ભરીને નિકળી હતી ત્‍યારે લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી મારી પાસેની ગટરમાં પટકાઈ હતી. જો કે અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. લોકો એકઠા થઈ જતા રૂરલ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરીને ક્રેઈન બોલાવી ટ્રક બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

vartmanpravah

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

Leave a Comment