Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્‍વ-સહાય જૂથની રચના કરી સીવણકામ, બ્‍યુટીપાર્લર, બેગ મેકિંગ, કોમ્‍પ્‍યુટર કોર્સ, પાપડ, અથાણું, મશરૂમ ઉગાડવા જેવી પ્રવૃત્તિની અપાતી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્‍વઅને અનુભવી માર્ગદર્શન હેઠળ દમણના જિલ્લા કલેક્‍ટર ડૉ. તપસ્‍યા રાઘવના નેજા હેઠળ આજે તા. 02 જૂન, 2022ના રોજ વિધવા બહેનો માટે કલેક્‍ટર કચેરીના સભાખંડમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક દરમિયાન કલેકટર દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, મહિલાઓ સમાજમાં શક્‍તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. આ સાથે તેમણે આ બહેનોને વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ વિશે પણ માહિતગાર કર્યા હતા. ખાસ કરીને મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પર વધુ ભાર મૂક્‍યો હતો. આ સાથે તેમણે જણાવ્‍યું હતું કે, આ બહેનોને સંગઠિત કરીને ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’નું આયોજન વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવે છે. સંસ્‍થા હેઠળ સ્‍વસહાય જૂથ (લ્‍ણ્‍ઞ્‍)ની રચના કરીને, તેઓ તેમની રુચિ અનુસાર કામ કરી શકે છે. જેમ કે સીવણકામ, બ્‍યુટી પાર્લર કોર્સ, બેગ મેકિંગ, કોમ્‍પ્‍યુટર કોર્સ, પાપડ, અથાણું, મશરૂમ ઉગાડવું જેવા ગૃહ ઉદ્યોગ વગેરે તમે તે જૂથ દ્વારા કરી શકો છો.
બેઠક દરમિયાન કલેકટર ડો. તપસ્‍યા રાઘવે આ બહેનોને પ્રોત્‍સાહિત કરતાં જણાવ્‍યું હતું કે, વહીવટીતંત્ર તમારી મદદ માટે હંમેશા તમારી સાથે છે. આ બેઠકમાં 70 જેટલી જરૂરિયાતમંદ બહેનો ઉપસ્‍થિત રહી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્‍યાણ વિભાગનો સહકારરહ્યો હતો.

Related posts

ધરમપુર બામટી માર્કેટમાં 3.5 કિ.ગ્રા.ની હાથીજુલ નામની કેરી વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડયા

vartmanpravah

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

ઇનોવેશન હબ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

ઉદવાડામાં લોકો પર પથ્‍થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી 181 અભયમે કબજો સોપ્‍યો

vartmanpravah

Leave a Comment