(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૨૭ : વાપી રેલવે સ્ટેશન ઉપર આજે સોમવારે બે વાગ્યાના સુમારે ત્રણ મુસાફરો ટ્રેન અડફેટમાં આવી ગયા હતા. જેમાં બે ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ અજાણી મહિલાને સારવાર માટે ખસેડાઈ હતી.
ઘટના અંગે રેલવે પોલીસે આપેલી માહિતી મુજબ બપોરે ૨ વાગે મુંબઈ તરફ જતી ઝાંસી-બાંદ્રા ટ્રેન વાપી આવી થોભી હતી. પ્લેટફોર્મ નં.૨ ઉપર થોભેલી ટ્રેનમાંથી મુસાફરો ઉતરી રહ્ના હતા પરંતુ ભીડ વધારે હોવાથી કેટલાક મુસાફરો ઓફસાઈડ ઉતરી પ્લેટફોર્મ નં.૧ તરફ જવાની કોશિશ કરી રહ્ના હતા તે દરમિયાન મુંબઈ તરફથી આવી રહેલ પલ્લી ઈન્દોર હમસફર ઍક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં ત્રણ મુસાફરો આવી ગયા હતા તે પૈકી બે નું ઘટના સ્થળે મોત થયું હતું અને અન્ય ઍક અજાણી મહિલા ઘાયલ થઈ હતી તેને રેલવે પોલીસે સારવાર માટે ખસેડી હતી. જા કે પ્લેટફોર્મ ઉપર હાજર મુસાફરો ત્રણેય મુસાફરોને બચાવવા દોડી ગયા હતા. પરંતુ અફસોસ બે મુસાફરોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. મૃત્યુ પામેલા પરિવારમાં ઍક ૧૬ વર્ષની યુવતિ પણ હતી. આ પરિવાર ઝાંસીથી વાપી રેલવે સ્ટેશન ઉતરી દમણ જવાનો હતો જ્યારે બીજા પરિવારના ઍક પુરુષનું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસ ઘાયલ મહિલાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.