ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાર્ટીના વિસ્તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્યેનભાઈ પંડયાની ઉપસ્થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાર્ટીના વિસ્તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ વગેરે ઉપસ્થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્યું હતું.